સોફા સેટની ગોઠવણ

-
પડદા, ઓશિકા અને સોફાના કવરનો રંગ અને પ્રિંટની પસંદગી કરતાં પહેલા તે વાત મનમાં નક્કી કરી લો કે તમે ડ્રોઈંગ રૂમને કેવો લુક આપવા માંગો છો. પરંપરાગત વર્ક કરેલા કપડા સૌથી વધારે ચલણમાં રહે છે. રંગનું કોમ્બિનેશન આંખને ખટકનારૂ ન હોવું જોઈએ પરંતુ શાંતિ અને ચેનનો આભાસ કરાવનારૂ હોવું જોઈએ. જુદા જુદા રંગનો વ્યક્તિત્વ પર શું પ્રભાવ પડે છે તેની જાણકારી રાખો. -
સોફાની સામે સેંટર ટેબલ મુકો. બજારમાં આ જુદી જુદી ડિઝાઈનમાં ઉપલ્બધ છે. સામાન્ય રીતે આજકાલ કાચવાળુ ગોળાકાર ટેબલ ખાસ પસંદ કરવામાં આવે છે. આ રીતના ટેબલ પર વધારે સજાવટનો સામાન ન મુકશો. હા અહીંયા ધાતુના વાટકામાં થોડીક ગુલાબની પાંદડી નાંખીને તેને મુકી શકો છો. -
રૂમની દિવાલનો રંગ એવો હોવો જોઈએ જે ઘરના બીજા રૂમ અને લોબીની સાથે કોંટ્રાસ્ટ લાગે.