સલાહ | લેખ | ઘરની શોભા | ચાઇલ્ડ કેર
મુખપૃષ્ઠ » વિવિધ » સૌંદર્ય » ઘરની શોભા » ચિત્રોનું પણ ખાસ યોગદાન
 

N.D
- ડ્રોઈંગ રૂમની સજાવટમાં ચિત્રોનું ખાસ યોગદાન છે. અત્યારે થીમ ડેકોરેશન પ્રચલનમાં છે. પહેલા થીમની પસંદગી કરો, પછી દિવાલને ચિત્રો વડે શણગારો. તમારી થીમ જુના બ્લેક એંડ વ્હાઈટ ફોટાઓના સંગ્રહથી લઈને જીવ-જંતુ, પ્રાકૃતિક દ્રશ્ય કે કલાત્મક પેઈંટીંગ્સ સુધી થઈ શકે છે. દિવાલ જો મોટી હોય તો તેને નાના નાના ફોટાઓ વડે કલાત્મક ઢંગથી શણગારો. ડ્રોઈંગ રૂમમાં જો બે બારીઓ વચ્ચે થોડીક વધારે જગ્યા હોય તો ત્યાં લાંબા ફોટાઓઓની જગ્યાએ પહોળા ફોટાઓનો પ્રયોગ કરી શકો છો. આવુ કરવાથી રૂમ ખાલી ખાલી નહિ લાગે.

- ડ્રોઈંગ રૂમની બારીઓની સ્ટાઈલ પારંપરિક કૈસમેટ વિંડો જેવી હોવી જોઈએ. આની અંદર તમે બારીઓને દરવાજાની જેમ ખોલી શકો છો. આજકાલ લાકડાની શટરવાળી યુરોપીયન લુકની બારીઓનું પ્રચલન ખુબ જ છે. આનાથી ડ્રોઈંગ રૂમ ખુલ્લો ખુલ્લો અને આકર્ષક લાગે છે. કોટેડ સ્ટીલ અને એલ્યુમિનિયમના બેઝવાળી બારીઓ પણ ડ્રોઈંગ રૂમના સૌંદર્યને ચાર ચાંદ લગાડી શકે છે.
સંબંધિત જાણકારી શોધો