સલાહ | લેખ | ઘરની શોભા | ચાઇલ્ડ કેર
મુખપૃષ્ઠ » વિવિધ » સૌંદર્ય » ઘરની શોભા » અજમાવી જુઓ
Bookmark and Share Feedback Print
 

N.D
1 તલ, વરિયાળી અને અજમાને સારી રીતે શેકી લો. ઠંડુ થઈ જાય એટલે આની અંદર શેકીને દળેલા થોડાક મગફળીના દાણા તેમજ ખાંડ ભેળવીને એક એરટાઈટ ડબ્બામાં બંધ કરી દો. ખાવાનું ખાધા પછી આને ખાવાથી મોઢાની દુર્ગંધ દૂર થઈ જશે અને આ પેટ માટે પણ સારૂ છે.

2 કેસરની સારી સુગંધ તેમજ રંગ મેળવવા માટે તેને ગરમ પાણી કે દૂધમાં દસ મિનિટ સુધી પલાળી રાખો.

3 કેકના મિશ્રણમાં લીંબુના રસના થોડાક ટીંપા નાંખવાથી કેક વધારે સ્વાદિષ્ટ અને નરમ બનશે.

4 આદુને લાંબા સમય સુધી તાજુ રાખવા માટે તેને એક બરણીમાં પાણી ભરીને ડુબાળી દો અને ફ્રિઝમાં મુકી રાખો.
સંબંધિત જાણકારી શોધો
આ પણ શોધો: અજમાવી જુઓ