તમારા ઘરના બગીચામાં સુંદર ફુટ સ્ટેપ કદાચ જ હશે. ફુટસ્ટેપ બનાવવાના બે ફાયદા છે પહેલો તો બગીચાની લોન પર પગ પડવાથી તે બગડતી નથી અને બીજુ તમારા બગીચાની શોભા પણ વધી જાય છે. અમે તેને માટે તમને અમુક રીત જણાવી રહ્યાં છીએ જેમાં તમે તમારી કલ્પના શક્તિનો ઉપયોગ કરીને તેને આકર્ષક બનાવી શકો છો.
- સૌથી પહેલા નક્કી કરો કે બગીચાની કઈ બાજુ તમારે ફુટ સ્ટેપ બનાવવા છે.
- પછી શેપ નક્કી કરો, જેવી રીતે કે ગોળ, ચોરસ કે પછી કોઈ બીજો.
- હવે દરેક પથ્થરને એક સરખી જગ્યાએ ફીક્સ કરી લો અને તેની આજુબાજુ ઘાસ ઉગાડો.
- તમારા આ સુંદર રસ્તાને વધારે શણગારવા માટે થોડાક અંતરે ટેરાકોટાના શો પીસ પણ મુકી શકો છો.
- લૈંડ લેંમ્પ પણ આ રસ્તા પર સુંદર દેખાય છે. રાત્રે જ્યારે આમાંથી નીકળતી રોશની રસ્તા પર ફેલાય છે ત્યારે ખુબ જ સુંદર લાગે છે.