સલાહ | લેખ | ઘરની શોભા | ચાઇલ્ડ કેર
મુખપૃષ્ઠ » વિવિધ » સૌંદર્ય » ઘરની શોભા » નાના ઘર માટે સજાવટ
 

N.D
- નાના ઘરમાં ફોલ્ડિંગ ફર્નિચર રાખવું જોઈએ જે ઓછી જગ્યા રોકે. બજારમાં આવા તમામ પ્રકારના ફર્નીચર ઉપલબ્ધ છે અને આની અંદર ડિઝાઈનનો પણ ખજાનો છે. સોફા કમ બેડ જેવા ફર્નીચર આવા ઘર માટે શ્રેષ્ઠ છે.

- જો ઘરમાં સામાન વધારે હોય અને જગ્યા ઓછી હોય તો બોક્સવાળા ફર્નીચરની પસંદગી કરો.

- ઘરની અંદર જો બાળકો માટે અલગ રૂમ ન હોય તો ડ્રોઈંગ રૂમમાં પાર્ટેશન કરીને અલગ જગ્યા બનાવી શકાય છે.

- જો ઘર એક રૂમ ફ્લેટવાળુ હોય તો ડ્રોઈંગરૂમમાં ઉંચા ગાદલા નાંખીને તેની પર કુશન મુકો અને નીચી ડિઝાઈનવાળી ખુરશીઓ મુકો. આનાથી રૂમ વધારે સુંદર લાગશે.

- અલગથી કબાટ ખરીદવાની જગ્યાએ ઘરની જ કોઈ દિવાલની પસંદગી કરીને કેટલાયે કબાટ બનાવી દેવડાવો. આ એક નાના સ્ટોર રૂમની જરૂરિયાતને પુર્ણ કરશે અને આનાથી ઘર પણ વ્યવસ્થિત દેખાશે.

- ઘર ભલે નાનુ હોય પરંતુ ફર્શ પરની સુંદરતા પર ધ્યાન આપો. માર્બલ્સ, ટાઈલ્સ, ફ્લોરિંગ, કારપેટ વગેરેના ઉપયોગ વડે આની સુંદરતામાં વધારો કરી શકાય છે.

- નકામા સામાનનો ઘરમાંથી નિકાલ કરો.

- જમીન પર મુકી શકાય તેવા શો પીસ ન ખરીદશો તેની જગ્યાએ દિવાલ પર લટકાવી શકાય તેવા હેંગિંગ પેંટીંગ, વિંડ ચાઈમ્સ વગેરે વડે ઘરને શણગારી શકો છો.
સંબંધિત જાણકારી શોધો