સલાહ | લેખ | ઘરની શોભા | ચાઇલ્ડ કેર
મુખપૃષ્ઠ » વિવિધ » સૌંદર્ય » ઘરની શોભા » વાસણને બનાવો ચમકીલા- 2
Feedback Print Bookmark and Share
 

- એલ્યુમિનિયમના બળેલા વાસણને સાફ કરવા માટે તેમાં એક ડુંગળી નાંખીને સારી રીતે ઉકાળી લો. પછી વાસણ ધોવાના પાવડર વડે સાફ કરી લો.

- ચિકણાશવાળા વાસણને સાફ કરવા માટે સિરકાને વાસણમાં લઈને સારી રીતે ઘસો પછી સાબુ વડે ધોઈ લો તેનાથી ચિકણાશ સાફ થઈ જશે.

- ફ્રિઝમાં મુકેલી પાણીની બોટલ પર લાગેલા ડાઘને સાફ કરવા માટે એક ચમચી કપડા ધોવાનો સોડા નાંખીને પાણીને ઉકાળો. આ પાણીની અંદર બોટલને અડધો કલાક સુધી ડુબાળી રાખો. પછી બ્રશ વડે સાફ કરીને પાણીથી ધુઓ. બોટલ નવી જેવી દેખાશે.

- પ્લાસ્ટિકની ડોલ, ટબ અને અન્ય સામગ્રી સાફ કરવા માટે તેની પર કેરોસીન લગાવીને તેને એક કલાક સુધી તડકામાં મુકી રાખો. ત્યાર બાદ સાબુના પાણી વડે સાફ કરી લો અને છેલ્લે સાફ પાણી વડે ધોઈ લો. પ્લાસ્ટિકની સામગ્રીમાં એક નવી ચમક આવી જશે.

- કાંચ અને ક્રોકરીને બોરેક્સના મિશ્રણમાં સાફ કરો. તેનાથી ડાઘ દૂર થઈ જશે.

- વાસણ પર લાગેલા કાટના ડાઘને દૂર કરવા માટે ઓક્લેજીક એસિડના મિશ્રણમાં વાસણને થોડીક વાર સુધી ડુબાળી રાખો. પછી બોરેક્સના પાણીથી તેને ધુઓ. ત્યાર બાદ સાદા પાણીથી સાફ કરી લેવાથી ડાઘ દૂર થઈ જાય છે.
સંબંધિત જાણકારી શોધો