હવે ધીરે ધીરે શિયાળાની શરૂઆત થઈ રહી છે. ગુલાબી ઠંડીએ તેની અસર દેખાડવાની શરૂઆત કરી દીધી છે. તો આ ઋતુમાં ત્વચાની વિશેષ સંભાળ રાખવી ખુબ જ જરૂરી છે. જો તમે શિયાળામાં ત્વચા પર ધ્યાન નહી આપો તો તમારી ત્વચા રુક્ષ અને સુકી થઈ જશે માટે આ ઋતુમાં ત્વચાની ખુબ કાળજી લો. તેના માટે થોડીક ટીપ્સ નીચે આપેલી છે જે તમને ઉપયોગી થઈ શકે છે -
બને ત્યાર સુધી સાબુનો ઉપયોગ ટાળો કેમકે તેનાથી ત્વચા વધુ પડતી રુક્ષ થઈ જાય છે.
ચહેરો ધોવા માટે તમે ક્લીંસીંગ મિલ્કનો ઉપયોગ કરી શકો છો.
સવારે ચણાનો લોટ લઈને તેમાં થોડુક દુધ અને મલાઈ ભેળવીને તેનાથી નહાવાથી ત્વચા સુકી થતી અટકે છે અને તેનાથી ત્વચા પણ ક્લિન થઈ જાય છે.
રોજ સવારે કાચુ દૂધ લગાવવાથી ચહેરો સાફ રહે છે. જો તમારી પાસે સમય ઓછો હોય તો કોટનમાં કાચુ દૂધ લઈને તેને ચહેરા, ગરદન અને પીઠ પર લગાવી દો. અને થોડીક વાર પછી ધોઈ લો.
તમારા નહાવાના પાણીમાં થોડાક ટીંપા બદામનું તેલ નાંખો તેનાથી તમારી ત્વચામાં ભેજનું પ્રમાણ જળવાઈ રહેશે.
વાળને પણ ક્યારેય ઓઈલ કર્યા વિના ધોશો નહી નહીતર વાળ વધું રુક્ષ થઈ જશે અને હા વાળ ધોયા બાદ કંડીશનર અવશ્ય કરો.
બને તેટલાં લીલા શાકભાજી વધું ખાવ.
હાથ પગની ત્વચા ફાટી ન જાય તે માટે ગ્લીસરીનની અંદર થોડાક ગુલાબજળ અને લીંબુંના ટીંપા ભેળવીને તેને સવારે નહાયા બાદ હાથ પગ પર લગાવવાથી ત્વચા મુલાયમ રહેશે.
ચહેરો ધોયા બાદ તુરંત જ કોઇ સારી કંપનીનું મોઈશ્ચરાઝર લગાવી દો.
|