મુખપૃષ્ઠ > વિવિધ > સૌંદર્ય > સલાહ
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
ઘેરેલૂ ઉપચાર દ્વારા કરચલીઓ દૂર કરો
N.D

જેમ જેમ ઉંમર વધતી જાય છે તેમ તેમ શરીર પર અને ચહેરા પર કરચલીઓ પણ વધતી જાય છે. વધારે પડતો તડકો પડવાથી અને સ્વાસ્થ્ય પણ સારૂ ન રહેવાથી ચહેરા પર અને શરીર પર કરચલીઓ પડતી જાય છે. કરચલીઓથી છુટકારો મેળવવા માટે તમે ઘરેલુ ઉપચાર પણ કરી શકો છો.

* ચહેરાની કરચલીઓ દૂર કરવા માટે અડધી ચમચી લીબું તેમજ અડધી ચમચી હળદર અને તેની સાથે બે ચમચી બેસન લો. આ બધી જ વસ્તુઓને સારી રીતે મિક્સ કરી લો અને તેની પેસ્ટ બનાવી લો. હવે આ પેસ્ટને ચહેરા પર ત્રણ કે ચાર વખત લગાવો. કરચલીઓ દૂર થઈ જશે અને તમારો ચહેરો પણ ચમકવા લાગશે.

* ચહેરા પર તાજા લીંબુને મસળવાથી પણ કરચલીઓમાં લાભ થાય છે.

* ચહેરા પર વધારે પડતો તડકો પડવાથી પણ કરચલીઓ પડે છે. તેથી બની શકે તેટલો તમારા ચહેરાને તડકાથી પ્રભાવિત ન થવા દેશો.

* સફરજન ખાવાથી અને સફરજનનો પલ્પ ચહેરા પર ઘસવાથી પણ કરચલીઓ દૂર થાય છે.

* રાત્રે સારી રીતે ઉંઘ પુરી ન થવાથી પણ ચહેરા પર કરચલીઓ પડી જાય છે. તો તેને દૂર કરવા માટે રાત્રે સુતા પહેલા એક ચમચી મલાઈ લઈને તેની અંદર ત્રણ ચાર બદામ પીસીને ચહેરા પર લગાવો અને તેને હલ્કા હાથે મસાજ કરો. સવારે બેસનથી ચહેરો ધોઈ લો.

* ભોજનમાં હંમેશા સલાડનો ઉપયોગ કરો.

* દિવસમાં એક ગ્લાસ ગાજરનો રસ મીઠું અને બીજુ કઈ પણ ભેળવ્યા વિના પીવો આનાથી ચહેરો પણ ચમકશે અને કરચલીઓ પણ દૂર થશે.

* તાજા ટામેટાને ચહેરા પર ઘસવાથી પણ કરચલીઓ દૂર થાય છે.
ઘણું બધુ
ઉપયોગી ક્રિમ : મલાઈ
કરમાયેલ ચહેરો
ગરદનની કરચલીઓ
ઠંડીમાં ત્વચા ખીલખીલાતી રહે
શ્યામ ત્વચા માટે
કાળા હોઠ