મુખપૃષ્ઠ > વિવિધ > સૌંદર્ય > સલાહ
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
મહિલાઓ માટે વિશેષ
N.D

મહિલાઓના વાળ વધારે લાંબા હોય છે એટલા માટે તેમણે પોતાના વાળની સંભાળ પણ વધુ લેવી જોઈએ.

* રાત્રે સુતી વખતે મહિલાઓએ વાળ બાંધીને ન સુવું જોઈએ તેને ખુલ્લા રાખવા જોઈએ.

* વાળની અંદર જો જુ કે ખોડો થઈ જાય તો લીમડાના તેલની માલિશ કરો. તુલસીના પાનને પીસીને લગાવવાથી પણ ફાયદો થાય છે. કરંજનું તેલ લગાવવાથી પણ જુવો મરી જાય છે.

* દિવસ દરમિયાન કોમળ તડકામાં વાળને ખુલ્લા મુકીને હવાની અંદર 20 મિનિટ સુધી સુકાવા દો. વધારે પડતાં સુર્યના તાપથી વાળને બચાવો.

* બેમુઢા વાળા વાળ થઈ ગયાં હોય તો તેને તુરંત જ કપાવી દો.

* જે દિવસે વાળ ધોવાના હોય તેના આગલા દિવસે વાળની અંદર તેલની માસિશ કરો તેનાથી વાલ ધોયા બાદ તેલ નાંખવાની જરૂરત નહિ રહે અને વાળની અંદર ચીકાશ પણ નહિ રહે.

* ભીના વાળની અંદર ક્યારેય પણ કાંસકો ફેરવશો નહિ તેનાથી વાળ વધારે તુટે છે. વાળ સુકાઈ જાય ત્યાર બાદ પહેલાં પોતાની આંગળીઓ વડે વાળની ગુંચ કાઢો ત્યાર બાદ કાંસકાનો ઉપયોગ કરો.

* ચોખાના ધોવાણથી વાળ ધોયા બાદ થોડાક નવાયા પાણી વડે વાળ ધોઈ લો તેનાથી વાળની અંદર જોરદાર ચમક આવી જશે.

* ચાર-પાંચ કપ પાણીની અંદર ચાની પત્તી નાંખીને ઉકાળો અને તેને વાળ ધોયા બાદ અંતમાં વાળની અંદર નાંખી દો તેનાથી તમારા વાળ ખુબ જ ચમકીલા બનશે.
ઘણું બધુ
આટલુ અજમાવી જુઓ
શરીરને અનુરૂપ વસ્ત્રોની પસંદગી
સ્કીન માટેની ટીપ્સ
ઘેરેલૂ ઉપચાર દ્વારા કરચલીઓ દૂર કરો
ઉપયોગી ક્રિમ : મલાઈ
કરમાયેલ ચહેરો