મુખપૃષ્ઠ > વિવિધ > સૌંદર્ય > સલાહ
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
ખીલનો ઈલાજ
W.D

યુવાવસ્થાની અંદર બધા જ યુવાનોને ખીલની સમસ્યાનો સામનો કરવો પડે છે. ઘણાંને વધારે હોય છે તો ઘણાંને ઓછા. તેમાં ઘણાં લોકો તો ખીલને ફોડીને જાતે કરીને પોતાનો ચહેરો વધારે બગાડે છે. તેનાથી ત્વચા પર ડાઘ લાગી જાય છે. તો તેનો સૌથી પહેલો ઈલાજ તો એ છે કે ખીલને કદાપી પણ ફોડશો નહિ.

ખીલ થવાનું કારણ એક પ્રકારના હાર્મોન છે. તેના માટે અહીં કેમિકલ અને ઘરેલૂ બંને ઉપચાર આપેલ છે.

* સેલીસાઈલીક એસિડના પાણીથી ચહેરો ધુવો તેને રગડશો નહિ.

* ત્વચા માટે એકદમ કોમળ સાબુ જેવા કે પીયર્સ વગેરેનો પ્રયોગ કરો.

* રેટિનોઈડ એસિડ અને લોશનમાં હાજર રહેલ વિટામીન એ એસિડ ત્વચાના છિદ્રને ખોલી દે છે. આનાથી જીવાણું ઓછા થઈ જાય છે.

* ખીલ માટે ડોક્ટર એંટીબાયોટીકની સલાહ નથી આપતાં. ટેટ્રાસાઈક્લીન જેવી એટીંબાયોટીક્સ ખીલથી થનારી સૂજનને ઓછી કરવા માટે આપવામાં આવે છે.

ખીલનો ઘરગથ્થુ ઉપચાર

* દિવસમાં ત્રણથી ચાર વખત કાચા લસણની પીઠી બનાવીને લગાવવાથી ખીલ ઓછા થઈ જાય છે. તેનાથી કાળા ડાઘ અને ફોલ્લીઓ પણ ઓછી થઈ જાય છે.

* લસણની બે-ત્રણ કડી પ્રતિદિન 1-3 મહિના સુધી ખાવાથી લોહીનો પ્રવાહ શુધ્ધ થાય છે અને ત્વચા લાંબા સમય સુધી ખીલથી મુક્ત થઈ જાય છે.

* 0.5 મિ.લી. લીંબુનો રસ 10-15 મિ.લી. નવાયા પાણીની અંદર બે થી ત્રણ વખત લેવાથી ખીલ ઓછા થાય છે.

* મેથીના પાંદડાની પેસ્ટ બનાવીને ચહેરા પર 10 થી 15 મિનિટ લગાવવાથી આરામ થાય છે. આ લેપ એક દિવસ છોડીને લગાવો.

* નારિયેળનું પાણી ચામડીને પોષક તત્વો આપીને ખીલને રોકે છે.

* લવિંગ અને જીરાનો લેપ બનાવીને 10 મિનિટ ચહેરા પર લગાવવાથી લાભ થાય છે.

* ચહેરા પર દરરોજ બે વખત નહાતા પહેલાં 10 મિનિટ સુધી હળદર લગાવવાથી સારૂ પરિણામ મળે છે.
ઘણું બધુ
મહિલાઓ માટે વિશેષ
આટલુ અજમાવી જુઓ
શરીરને અનુરૂપ વસ્ત્રોની પસંદગી
સ્કીન માટેની ટીપ્સ
ઘેરેલૂ ઉપચાર દ્વારા કરચલીઓ દૂર કરો
ઉપયોગી ક્રિમ : મલાઈ