બ્યુટીફુલ લૈશેજ :આર્ટિફિશિયલ આઈ લૈશેજ (પાંપણો) વડે તમે આંખોની સુંદરતામાં ચાર ચાંદ લગાવી શકો છો. સુંદરતા વધારવા માટે બેઝ કે ગોલ્ડન આઈશેડો લગાવો. જો આર્ટિફિશિયલ પાંપણો લગાવવા ન માંગતા હોય તો પછી મસ્કરાના ડબલ ડોઝથી લૈશની લંબાઈ વધારો. મસ્કરા લગાવતાં પહેલાં લૈશ પ્રાઈમરનો ઉપયોગ કરો. ત્યાર બાદ હલ્કો આઈશેડ લગાવો. એટ્રેક્ટીવ આઈઝ :સ્પ્રિંગ મેકઅપમાં મેટલ શેડ ચલણમાં છે. તમે બેઝ અને બ્રાઉન શેડ પર ગોલ્ડ અને સિલ્વર શેડની લેયર લગાવી શકો છો. આ સીઝનમાં બ્લેક આઈલાઈનર ન લગાવો. લાઈનરમાં ડાર્ક રંગ જેવા કે સિલ્વર ગ્રે, મિડનાઈટ બ્લ્યુ કે ચોકલેટી બ્રાઉનની પસંદગી કરો. જો તમે બ્લેક લાઈનર વિના ન રહી શકતાં હોય તો માત્ર એક પાતળી રેખા જ લગાવો. પરંતુ આંખોથી કાન સુધી ન લગાવશો. પરફેક્ટ આઈબ્રોઝ :તમારા ચહેરાને અનુસાર આઈબ્રોઝ બનાવડાવો. આજકાલ આર્ટિસ્ટ વિંગ્ડ લુક અને માર્ચ શેપને પહેલી પસંદ આપે છે. તેમનું માનવું છે કે ઓછા મેકઅપ માટે ચહેરા પર ગાઢી આઈબ્રોઝ સુંદર લાગે છે. |