ગરમીની ઋતુમાં ખાસ કરીને આપણે બધાએ પરસેવાની મુશ્કેલીનો સામનો કરવો પડે છે. કેમકે આ ગરમીની ઋતુની સામાન્ય મુશ્કેલી છે, પરંતુ આ ક્યારેક ક્યારેક ઘણી મોટી મુશ્કેલી પણ બની જાય છે જ્યારે આપણી આ મુશ્કેલી બીજાઓ માટે તકલીફદાયક બની જાય છે. તો શું કરીશું જેથી પરસેવાથી બચી શકાય: * વધારે પડતાં મસાલાવાળુ ખાવાનું ન ખાશો. * ચા, કોફી, કોલ્ડ ડ્રીંક્સની જગ્યાએ નારિયેળનું પાણી, લીંબુના પાણીનું સેવન કરો. * તડકામાં છત્રી, દુપટ્ટો અને ગોગલ્સ વિના બહાર ન જશો. આ વાતાનો ધ્યાન રાખો : * થોડી થોડી વારે પાણી પીતા રહો જેથી કરીને ડીહાઈડ્રેશન ન થાય. * સ્ટ્રેસ અને ઉત્તેજનાથી બચો, તેનાથી પરસેવો વધારે આવે છે. * બની શકે ત્યાર સુધી શુઝની જગ્યાએ કોલ્હાપુરી ચંપલ અને સેંડલ પહેરો. * પગમાં કંઈ પણ પહેરતા પહેલાં ટેલ્કમ પાવડર અવશ્ય છાંટો. * ફુટ બેક્ટેરિયા ન થાય તે માટે રોજ મોજાને બદલી દો. * સ્કિન ટાઈટ કપડાની જગ્યાએ હલ્કાં, કોટનના કપડાં પહેરો જેથી કરીને હવા આવવા જવાનો રસ્તો બની રહે. * બોડી સ્પ્રે વગેરેનો ઉપયોગ કપડાઓ પર ન કરશો, સીધો શરીર પર કરો. * કાચા શાકભાજી અને સલાડ ભરપુર ખાવ. |