વાળ આપણા ચહેરાની શાન છે, જેનાથી રૂપ ખીલી જાય છે. વ્યક્તિત્વ મહેકી ઉઠે છે. સાચુ પૂછવા જઈએ તો આ તમારી એવી એસેસરીઝ છે, જે હંમેશા તમારી સાથે રહે છે અને તમને આપે છે સુંદરતા. આ ક્રાઉનિંગ ગ્લોરી રૂપનો મુકટ છે, તેથી તેની દેખરેખ ખૂબ જ જરૂરી છે. અસલમાં વાળ પ્રોટીનથી બનેલા હોય છે. આ પ્રોટીનને કિરેટિન કહેવામાં આવે છે. આ મજબૂત અને લચીલી લટ કે લડ હોય છે. જ્યારે આપણ વાળની દેખરેખ સારી રીતે નથી કરી શકતા તો વાળ સાથે સંકળાયેલી તમામ સમસ્યાઓ ઉત્પન્ન થાય છે - જેવી કે ડૈડ્રફ, વાળ ખરવા, વાળ કડક અને બેજાન થઈ જવા, વાળ બે છેડાવાળા થવા. આજે અમે તમને જણાવીએ છીએ વાળના સૌથી મોટા દુશ્મન ખોડાની. જેનુ મુખ્ય કારણ છે વાળની યોગ્ય સફાન ન થવી. વાળ ન ધોવાથી માથાની ત્વચા પર ગંદકી અને પ્રદૂષણના કારણે એક થર જામી જાય છે. પરિણામ સ્વરૂપ માતહની ત્વચાના છિદ્રો બંધ થઈ જાય છે અને ખોડા થવાને કારણે માથાની ત્વચા રૂખી પડી જાય છે અને અતિ વધુ ખંજવાળ આવે છે, જેને ખોડો કહે છે. સલાહ - અઠવાડિયામાં ચાર વાર શેમ્પૂ કરો અને અઠવાડિયામાં એક વાર માથાની તેલથી માલિશ કરીને સ્ટીમ ટોવેલનો ઉપયોગ કરો. - મુલતાની માટીમાં એક ચમચી નારિયળ તેલ અને એક ચમચી લીંબૂનો રસ મિક્સ કરીને વાળમાં એક કલાક માટે લગાવીને પાણીથી ધોઈ લો. - ગરમ પાણીથી વાળને ન ધોવા જોઈએ, અને જો ગરમ પાણીથી ધોતા પણ હોય તો છેવટે ઠંડા પાણીથી ધોવા. - વાળોની કંડીશનિંગ માટે મહેંદીમાં ઈંડુ મિક્સ કરી લગાવવુ.- જૈતૂનના તેલમાં થોડાક ટીપા આદુનો રસ નાખીને તેને વાળની જડમાં લગાવવુ. એક કલાક પછી વાળને શેમ્પૂથી ધોઈ નાખો. આમ શિકાકાઈ કે મેથી દાણાનો પાવડર પણ નાખી શકો છે. - વાળને શેંપૂ કરીને ટુવાલથી લૂછ્યા પછી બે મોટી ચમચી દહીંમાં બે મોટી ચમચી મેયોનીઝ મિક્સ કરી વાળમા લગાડવુ. 10-12 મિનિટ પછી ધોઈ નાખો. - મહેંદી, આમળા અને શિકાકાઈ પાવડરને બરાબર માત્રામાં પાણીમાં આખી રાત પલાળવી અને બીજા દિવસે તેમા દહી મિક્સ કરી વાળમાં લગાડવુ. - શેપૂ કર્યા પછી માથામાં વધુ લીંબૂનો રસ બરાબર માત્રામાં લઈને 5-10 મિનિટ સુધી માથાની ત્વચા પર લગાડવો પછી વાળને ધોવા. - જોજોબા તેલ અને નારિયલનુ તેલને મિક્સ કરી આંગળીના ટેરવાથી ધીરે ધીરે ત્વચા પર માલિશ કરવી. સ્ટીમ ટોવેલ કર્યા પછી શેપૂ કરવો. - લીમડાના પાનને તુલસીના પાન સાથે મિક્સ કરી પેસ્ટ બનાવવુ. પછી તેમા લીંબૂનો રસ મિક્સ કરી વાળોમાં એક કલાક લગાડી રાખવુ પછી વાળ ધોવા. - નારિયળના તેલમાં કપૂર મિક્સ કરી માથા પર લગાડવી. લગભગ અડધો કલાક પછી વાળને શૈપૂ કરવુ. |