પર્યાપ્ત કૈલોરી લો : એક વ્યક્તિએ દિવસ દરમિયાન સરેરાશ 2,000 કૈલોરી લેવી જોઈએ. પરંતુ આ બધુ ઉંમર, લંબાઈ, વજન અને શારીરિક ક્રિયાશીલતા વગેરે પર નિર્ભર કરે છે. ભોજનમાં વિવિધતા રાખો : ભોજનમાં હંમેશા અલગ અલગ વેરાયટી રાખો. તેનો અર્થ છે કે એવો ખોરાક (ફળ અને શાકભાજી) જેને તમે ઉપયોગમાં નથી તેનો આહારમાં જરૂર સમાવેશ કરો. કાર્બોહાઈટ્રેડ, મિનરલ, ફાઈબર, વિટામીન વગેરેથી યુક્ત ભોજનનું સેવન કરો. ભરપુર પાણી પીવો : આપણા શરીરમાં લગભગ 75 ટકા ભાગ પાણીનો હોય છે. આ પૌષ્ટિક આહારનો મહત્વનો ભાગ છે. પાણીને લીધે આપણા શરીરના અંદરના ભાગો ખાસ કરીને કીડનીની સફાઈ થાય છે. ગળી અને તળેલી વસ્તુઓની પરહેજ કરો : જાડાપણું વધારવા માટે ખાંડનું સૌથી મોટુ યોગદાન હોય છે. તેવી જ રીતે મીઠાનો વધુ પડતો ઉપયોગ પણ આપણા સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. રિફાંઈડ અનાજને લીધે બધા જ પોષક તત્વો નષ્ટ થઈ જાય છે અને તેની અંદર કાર્બોહાઈટ્રેડ સિવાય કંઈ પણ નથી બચતું જે માત્ર જાડાપણું જ વધારે છે. |