- રાત્રે સુતા પહેલા કોઈ સારા હર્બલ ઓઈલ વડે માથાના તળિયા પર મસાજ કરો.
- નેચરલ હેર પ્રોટીન અને વિટામીન ઈ યુક્ત તેલથી વાળની માલિશ સ્કૈલ્પ સર્કુલેશનને વધારે છે અને વાળમાં હેલ્થી ચમક આવી જાય છે. વાળ સોફ્ટ અને સિલ્કી બને છે.
- હર્બલ ઓઈલના પ્રયોગથી વાળનું ખરવું, તુટવું અને ડેંડ્રફ જેવી મુશ્કેલીઓથી છુટકારો મળે છે.
ડાઈટ
- પોતાની ડાઈટમાં વિટામીન બી, સી અને ઈ યુક્ત પોષક પદાર્થોનો સમાવેશ કરો.
- પપૈયુ, ગાજર, તડબુચ, સફરજન, કોળુ વગેરેની અંદર વાળને હેલ્થી બનાવવા માટેના જરૂરી પોષક તત્વો પર્યાપ્ત માત્રામાં મળી આવે છે. એટલા માટે ફળ અને શાકભાજીનો ભરપુર ઉપયોગ કરો.
- વાળ ઓઈલી હોય તો ફ્રાઈડ ફૂડ અને ઓઈલી વસ્તુઓ ઓછી ખાવ.
- વધારે પડતી ચોકલેટ, કુકીઝ અને સ્વીટ્સ ન ખાશો. કેમકે જે કંઈ પણ તમે ખાવ છો તેની સીધી અસર વાળ પર પડે છે.
- કેલ્શિયમ સપ્લીમેંટ અથવા બે ગ્લાસ દૂધ અવશ્ય પીવો.