સલાહ | લેખ | ઘરની શોભા | ચાઇલ્ડ કેર
મુખપૃષ્ઠ » વિવિધ » સૌંદર્ય » સલાહ » અરોમા ઓઈલ વડે સારવાર
 

N.D
આંખોની નીચેના કાળા કુંડાળા અને લટકી પડેલી ત્વચાને સમય પર જો સારવાર મળી જાય તો તેની રંગત નીખરી શકે છે. તેને માટે તમે અરોમા થેરપીનો ઉપાય કરી શકો છો-

સૌ પ્રથમ આંખોની થકાવટને દૂર કરવા માટે અરોમા થેરપી ઓઈલની મદદ લો. પાણીથી ભરેલી બે વાટકીઓ લો. એકની અંદર બરફવાળુ પાણી લો અને બીજાની અંદર ગરમ પાણી. ગરમ પાણીની વાટકીમાં એક ટીંપુ ચંદનના તેલનું નાંખી દો. બરફના પાણીમાં એક ટીંપુ લેમન ઓઈલ કે ઓરેંજ ઓઈલનું નાંખી દો. જો કોઈને બંને પ્રકારના ઓઈલથી એલર્જી હોય યો જેરેનીયમ ઓઈલનો ઉપયોગ કરી શકો છો. ગરમ પાણી અને ઠંડા પાણીમાં બે બે રૂના પુંમડા ડુબાળી દો. પ્રથમ ગરમ પાણીમાં ડુબાળેલા દૂના પુમડાને આંખો પર બે મિનિટ સુધી રહેવા દો. આનાથી આઈ બોલ્સની આજુબાજુની જગ્યા ગરમી વડે પ્રભાવિત થશે. આંખોની માંસપેશીઓ તણાવરહિત થશે અને લોહીનું ભ્રમણ પણ સારૂ થશે. બે મિનિટ પછી ગરમ રૂના પુમડાને દૂર કરીને ઠંડા પાણીના રૂના પુમડા મુકી દો. આવુ ત્રણ વખત કરવું. લેમન, જેરેનિયમ અને ચંદનના ઓઈલ વડે આંખોની આજુબાજુનો રંગ એકદમ સાફ થઈ જશે. આ રીતે બે પરિણામ એકસાથે મળશે.

સૌજન્ય : વનિતા
સંબંધિત જાણકારી શોધો