સલાહ | લેખ | ઘરની શોભા | ચાઇલ્ડ કેર
મુખપૃષ્ઠ » વિવિધ » સૌંદર્ય » સલાહ » ત્વચા માટેના ઘરેલુ નુસ્ખા- 3
 

N.D
- કેસરના થોડાક વાળા, અડધી ચમચી મેથીના દાણા, અડધી ચમચી સરસો, એક કપૂરની ગોટી, એક ચમચી સાકરીયા તેમજ થોડોક ચંદનનો પાવડર આ બધી જ વસ્તુઓને દૂધમાં મિક્સ કરીને એકદમ ઝીણી વાટી લો. ત્યાર બાદ આ મિશ્રણને ચહેરા પર લગાવીને અડધા કલાક બાદ ઘસીને બધુ મિશ્રણ કાઢી લો. આનાથી ચહેરા પર કાંતિ જળવાઈ રહેશે.

- એક ચમચી બેસન લો અને તેમાં બે ચમચી દહી ભેળવી લો. આ ઉબટનને ચહેરા પર લગાવવાથી ના માત્ર ચહેરામાં જ નિખાર આવશે પરંતુ સાથે સાથે ચહેરાની ત્વચા પણ પુષ્ટ થશે.

- ચળામણમાં એક ચમચી દહી અને ચપટી હળદર નાંખીને ઉબટન બનાવો અને તેને ચહેરા પર ઉપરથી નીચેની તરફ ગોળાકારમાં રગડો. હોઠની આજુબાજુ, નાકની પાસે તેમજ આંખોની આજુબાજુ ખાસ ધ્યાન આપો. રગડી દિધા બાદ પંદર વીસ મિનિટ પછી ચહેરાને ઠંડા પાણી વડે ધોઈ લો. આનાથી ત્વચા એકસાર થઈ જશે.

સૌજન્ય: ગૃહનંદની
સંબંધિત જાણકારી શોધો