- જો તમારી ત્વચા ઓઈલી હોય તો રોજ તમારા ચહેરાને ઓઈલ ફ્રી ક્લીંઝર વડે સાફ કરો. ત્યાર બાદ ટોનર વડે ટોન કરો. તડકામાં નીકળતાં પહેલા સન બ્લોક લગાવો. વાળમાં જો ખોડો હોય તો તેને પણ દૂર કરવા માટે ઉપાય અજમાવો નહિતર તેને લીધે પણ ચહેરા પર એક્ને આવી જાય છે.
- ચહેરાની ત્વચા કાંતિહીન હોય અને તેમાં ચમક ન હોય તો તમારા ચહેરાને 30 દિવસે એક વખત ક્લીંઝીંગ કરાવડાવો. 25 કરતાં વધારે ઉંમર હોય તો ફેશિયલ કરાવડાવો. પાણી વધારે પીવો. લીલા શાકભાજીનો રોજીંદા ખોરાકમાં સમાવેશ કરો. ઓઈલ ફ્રી ક્લીંઝર વડે ચહેરાને સાફ કરો. તડકામાં જતાં પહેલાં ચહેરા પર અને બાકીના અન્ય ખુલ્લા ભાગો પર સનબ્લોક જરૂર લગાવો.
- ચહેરાની ત્વચા વધારે ખરાબ થઈ ગઈ હોય તો રોજ ક્લીંઝીંગ વડે ચહેરાને સાફ કરો. ત્યાર બાદ ટોનરનો ઉપયોગ કરો. સ્નાન કર્યા બાદ ચહેરા પર મોઈશ્ચરાઈઝર લગાવો. અઠવાડિયામાં એક વખત બેબી મિલ્ક પાવડર અને પાકેલા કેળામાં ગુલાબજળ, ગ્લીસરીન ભેળવીને પેસ્ટ બનાવી લો અને ચહેરા પર 15 મિનિટ સુધી લગાવી રાખો.