- એક કપ પીસેલું નારિયેળ, ચોથો કપ મસળેલુ પપૈયું, ચોથી ચમચી હળદરને ભેળવીને ગાઢી પેસ્ટ બનાવી લો. નિસ્તેજ, શુષ્ક અને શ્યામ ત્વચા પર નિખાર લાવવા માટે આ પેકનો પ્રયોગ કરો. પહેલા આને લગાવીને હળવા હાથે મસાજ કરો. ત્યાર બાદ 10 મિનિટ પછી સાફ કરી લો કે પછી એક કેળાને મસળીને તેમાં એક ચમચી ઓટમીલ, મધ તેમજ બે ચમચી દૂધ ભેળવીને ચહેરા પર પેકની જેમ લગાવો. વીસ મિનિટ પછી ચહેરાને ધોઈ લો. આ નિષ્પ્રાણ ત્વચાને સ્વસ્થ્ય બનાવે છે.
- ચાર સ્ટ્રોબેરીને પીસી લો અને તેને ચહેરા પર લગાવો. 15 મિનિટ પછી ચહેરાને ધોઈ લો. સ્ટ્રોબેરીમાં એસીડીક તત્વ હોય છે અને વિટામીન સી પણ હોય છે, જે ત્વચાને સારી રીતે સાફ કરે છે.
- અડધી કાકડીનો રસ કાઢી લઈને તેને ગેસ પર ગરમ કરી દો અને તેને ઠંડુ કરીને ગળીને ભરી લો. આની અંદર ફુદીનાનો રસ ભેળવીને ત્વચા પર માલિશ કરો. સુકાઈ જાય એટલે ચહેરો ધોઈ લો આ એક ખુબ જ સરસ ટોનિક છે.