પર્યાપ્ત માત્રામાં પાણી પીવું શરીર માટે ખુબ જ જરૂરી છે. પાણી માત્ર શરીરમાંથી ઝેરી તત્વોને જ બહાર નથી કરતું પરંતુ ત્વચા, પેટ, કિડનીને કેટલીયે ગંભીર બિમારીઓથી દૂર રાખે છે. પાણીની માત્રા ઓછી હોવાને લીધે કેટલીયે બિમારીઓ શરીરને પકડી લે છે. પાણી ઓછું પીવાથી ડિહાઈડ્રેશનની મુશ્કેલી પણ ઉભી થાય છે.
પાણી જ્યાં શરીરને કેટલીયે બિમારીઓથી દૂર રાખે છે ત્યાં પર્યાપ્ત માત્રામાં પાણી પીવાથી ઘણાં બધા ફાયદા પણ થાય છે. વજન ઘટાડવા માટેનું સૌથી સરળ માધ્યમ છે પાણી. શરીરમાંથી વધારે પડતાં ફેટને માત્ર પાણી પીને પણ ઓછુ કરી શકાય છે. પાણીમાં કેલરી, ફેટ, શુગર કે કાર્બોહાઈડ્રેટ નથી હોતું.
શરીરમાં પાણીની યોગ્ય માત્રા હોવાથી હૃદયના હુમલાનો ભય પણ નથી રહેતો. પર્યાપ્ત પાણી પીવાથી ત્વચા સાફ અને ચમકદાર બને છે. ભોજન પચાવવામાં પણ પાણી મહત્વની ભુમિકા ભજવે છે. પાણી વડે એસિડિટી, કબજીયાત અને ગેસથી બચવામાં પણ ઘણી મદદ મળે છે. તેથી રોજ યોગ્ય માત્રામાં પાણી પીવું જોઈએ.