મોર્નિંગ ફેશિયલ કેર

-
સવાર સવારમાં તમારા ચહેરાને નવાયા પાણી અને ક્લીંઝર કે કોઈ પ્યુરીફાઈંગ જેલ વોશ વડે સાફ કરો ક્યારેય પણ સાબુ વડે ત્વચાને સાફ ન કરશો. કેમકે સાબુ ત્વચામાંનું નેચરલ ઓઈલ્સ ખેંચી લે છે જેના લીધે ત્વચા સુકી થઈ જાય છે. ચહેરો ધોયા બાદ હંમેશા તેને નરમ ટુવાલ વડે જ સાફ કરવો તેને ક્યારેય પણ રગડવો નહિ.-
ત્યાર બાદ ત્વચાની ટોનિંગ કરો. ટોનિંગને લીધે તમારી ત્વચામાં સંતાયેલ મેલ અને મેકઅપનો ભાગ સાફ થઈ જશે. ટોનરથી તમારી ત્વચાનું સાધારણ પીએચ લેવલ નિર્ધારિત રહે છે અને તેની કસાવટ અને ચમક પાછી આવી જાય છે.-
હવે ત્વચા પર તે પ્રકારનું જ મોઈશ્ચરાઈઝર લગાવો જે તમારી સ્કિન ટાઈપ હોય. મોઈશ્ચરાઈઝરથી તમારી સ્કીન નરમ અને સુવાળી બને છે સાથે સાથે તમારી ત્વચા પરથી સુક્ષ્મ રેખાઓ અને સુકાપણાને દૂર થવામાં મદદ મળે છે, જો તમે ઈચ્છો તો મોઈશ્ચરાઈઝરની ઉપર સનસ્ક્રીન પણ લગાવી શકો છો.-
છેલ્લી તમે ઈચ્છો તો મેકઅપ કરી શકો છો. ફાઉંડેશન હંમેશા તે જ લગાવવું જે તમારી સ્કીન સાથે મેચ થતુ હોય.