સલાહ | લેખ | ઘરની શોભા | ચાઇલ્ડ કેર
મુખપૃષ્ઠ » વિવિધ » સૌંદર્ય » સલાહ » લગ્નમાં રહો ફ્રેશ
Feedback Print Bookmark and Share
 

N.D
તણાવમુક્ત રહો : લગ્નની તારીખ નક્કી થયા પછી વર-વધુની ચિંતાઓ પણ વધતી જાય છે, એટલા માટે આ સમયે ચિંતામુક્ત રહો.

સકારાત્મક વિચારસરણી : પોતાના વિચારોને સકારાત્મક બનાવો. જીંદગીમાં આવનારા પરિવર્તન વિશે વિચારીને ચિંતિત ન થશો. જો તમારી વિચારસરણી સકારાત્મક હશે તો ચહેરો ખિલેલો અને તણાવમુક્ત દેખાશે.

ડાયેટ પ્લાન : તમારા ભોજન પ્રત્યે ખાસ ધ્યાન આપો. આખા દિવસનો ડાયેટ ચાર્ટ બનાવી લો. નાશ્તામાં વધારે ફળોનો ઉપયોગ કરો. આનાથી શરીરની અંદરના ઝહેરીલા તત્વો બહાર નીકળી જશે. લંચ પણ સારી રીતે લો દાળ-ભાત અને રોટલી-શાક ખાવ. જો વજન વધારે હોય તો થોડાક દિવસ માટે રોટલી અને ભાત એકસાથે ન ખાશો. દૂધથી બનેલ પદાર્થોનું સેવન પણ ઓછુ કરો. શોપિંગ કરતાં કરતાં થાકી જાવ તો એનર્જી મેળવવા માટે જ્યુસ પીવો અને ડ્રાય ફ્રુટ્સ ખાવ. ડિનરમાં હળવું ભોજન લો.

ભરપુર ઉંઘ લો : શરીરને સ્વસ્થ્ય રાખવા માટે સૌથી જરૂરી છે ઉંઘ. એટલા માટે 7 થી 8 કલાકની ઉંઘ અવશ્ય લો. મોડી રાત સુધી ઉજાગરો કરવાનું ટાળો નહિતર આંખની નીચે કાળા કુંડાળા થઈ જશે.

સૌદર્ય નિખારો : લગ્નની તારીખને અનુસાર દુલ્હને બ્યુટીશીયન પાસે બુકિંગ કરાવી લેવું અને પોતાની સુંદરતાને નિખારવાની ટ્રીટમેંટ વિશે જાણકારી લઈ લેવી. ફેશિયલ અને બોડી સ્પા સહિત ઘરેલુ ઉબટનની મદદ વડે પણ સ્કીનને નિખારી શકાય છે. વર પણ મેન્સ પાર્લરમાં બુકિંગ કરાવીને ફેશિયલ અને અન્ય સૌંદર્ય ઉપચાર લઈ શકે છે. હાથ, નખ અને વાળની ખાસ સંભાળ રાખો. વાળને મજબુત કરવા માટે જમવામાં દહી, સલાડ, અંકુરિત અનાજ અને લીલા શાકભાજીનો અવશ્ય સમાવેશ કરો.

યોગ વડે ફીટ રહો : અમુક આસનો જેમકે પશ્ચિમોત્તર આસન, સિંહાસન, શશકાસન, સુર્યનમસ્કાર અને અનુલોમ-વિલોમ પણ સુંદરતા અને સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક છે. કોઈ પણ યોગ શિક્ષક પાસેથી જાણકારી લઈને આ આસન કરીને પણ તમે ફીટ રહી શકો છો.
સંબંધિત જાણકારી શોધો