નીચુ કદ અને પહેરવેશ

-
નીચા કદવાળી મહિલાઓએ પ્લેન કપડા જ પહેરવા પછી ભલે ને તે સલવાર સુટ હોય કે મીડી ટોપ કે પછી સાડી. જો તમને પ્રિંટેડ કપડા પહેરવાનો શોખ હોય તો નાની પ્રિંટવાળા કપડા જ પહેરો. -
ખાસ કરીને સીફોન અને જ્યોર્જેટના કપડાની જ પસંદગી કરો. આનાથી શરીર સુડોળ અને લાંબુ દેખાય છે. -
ભુલથી પણ ઓરગંડી જેવા વસ્ત્રોની પસંદગી ન કરશો, કેમકે ફુલેલા કપડામાં કદ વધારે નાનુ દેખાય છે. તેથી એવા કપડાની પસંદગી કરો, જે મુલાયમ અને શરીરને ચોટીને રહે, ફુલેલા કપડાની પસંદગી ન કરશો. -
આખો પરિધાન એક જ રંગનો પહેરો. પછી ભલેને સલાવર-સુટ હોય કે સાડી. ધ્યાન રાખો કે બંનેના શેડ એક જ રંગના હોય. ચંપલ અને પર્સ પણ મેચિંગ હોય તો વધારે સારૂ. -
જો તમે સાડી ન પહેરતાં હોય તો ફીટીંગવાળા સુટ અને અન્ય ડ્રેસની પસંદગી કરો જેથી કરીને શરીર સુડોળ દેખાય. -
સુટ અને બ્લાઉઝનું ગળુ અંડાકાર અને વી શેપમાં જ બનાવડાવો. -
પહોળી બોર્ડરવાળી સાડી, કમીઝ અને કુર્તા ન પહેરશો. પહોળી લાઈનીંગવાળુ કપડુ પણ તમારા માટે સારૂ રહેશે. પાતળી લાઈનવાળા પોશાક પણ પહેરી શકો છો. -
સાડીને કમર કે નાભીની નીચે ન બાંધશો, આવુ કરવાથી ઉપરનો ભાગ લાંબો દેખાશે અને નીચેનોભાગ નાનો અને કુલ મળીને તમે ઓછી હાઈટના દેખાશો. તેથી સાડીને હંમેશા નાભિની થોડીક ઉપર જ બાંધો. -
બહાર જતી વખતે હંમેશા થોડીક હીલવાળા ચપ્પલ પહેરો. આજકાલ ઉંચી એડીવાળા સુવિધાજનક અને આરામદાયક શુઝ પણ માર્કેટમાં મળે છે. -
હેર સ્ટાઈલથી પણ કદ ઉંચુ દેખાય છે. નાના કદવાળી યુવતીઓએ બૈક કોમ્બિંગ કરીને વાળને થોડીક ઉંચાઈ આપીને બાંધવા જોઈએ. ગરદન પર ઢળેલો ઝુડો ન બનાવતાં ટોપ બાંધવાથી કદ લાંબુ દેખાય છે.