મલ્ટી વિયર જ્વેલરી

આજકાલ મલ્ટી વિયર જ્વેલરીનો ટ્રેંડ ચાલી રહ્યો છે. નામથી જ સ્પષ્ટ થઈ જાય છે કે આ જ્વેલરીનો તમે વિવિધ રીતે ઉપયોગ કરી શકો છો. જેવી રીતે કે બ્રેસલેટને ગળાનો હાર પણ બનાવી શકાય છે અને એક સુંદર વીંટીમાં પણ બદલી શકાય છે. આવી જ રીતે એંટીક ગોલ્ડ પીસને આંગળીઓની શોભા પણ બનાવી શકાય છે. ગળાના પેંડેંટના રૂપમાં અને બ્રોચના રૂપમાં પણ પોતાના ડ્રેસ પર સજાવી શકાય છે. આવા ઘરેણાં બનાવવા પાછળનો હેતુ પણ આવો છે કે તેને તમે ગમે તે રૂપમાં પહેરી શકો. એટલા માટે આવા ઘરેણાંની અંદર ડિટેચેબલ અલગ થઈ શકે તેવી કડીઓ પણ બનાવવામાં આવે છે જેથી કરીને તમે તમારા મનને અનુસાર પહેરી શકો. આ નવો પ્રયોગ ડબલ ફાયદાકારક છે એક તો આ તમને અલગ અલગ જ્વેલરી ખરીદવા અને પહેરવાના ચક્કરમાંથી બચાવે છે અને બીજો કે તેનાથી તમારી ક્રિએટીવીટી પણ ઉત્પન્ન થાય છે.