સુંદર દેખાવા માટે મહિલાઓ વિવિધ પ્રકારના સૌંદર્ય પ્રસાધનોનો ઉપયોગ કરે છે. આવું કરીને મહિલાઓ પોતાને માટે ભય નોતરી રહી છે એવું એક અધ્યયનમાં સામે આવ્યું છે.
શોધકર્તાઓને અનુસાર જુદા જુદા પ્રકારના પ્રોડક્ટથી ત્વચાને સંક્રમણ થવાનો ભય રહે છે. અધ્યયનને અનુસાર કોઈ પણ પ્રોડક્ટ ખરીદતાં પહેલાં મહિલાઓ દ્વારા ટેસ્ટ કરવામાં આવેલ ઉત્પાદનોથી તેમને કેટલાયે પ્રકારની બિમારીઓ થઈ શકે છે.
હકીકતમાં આ ઉત્પાદોનો પહેલા પણ કેટલીયે મહિલાઓ ઉપયોગ કરી ચુકી હોય છે, આનાથી મહિલાઓને ઈ-કોલીથી લઈને કંજક્ટીવાઈટસ થવાનો ભય રહે છે. અમેરિકી શોધક્ર્તાઓએ તેમના સંશોધન દ્વારા જાણ્યું કે બધા જ મેકઅપ ઉત્પાદનોમાં ઈ-કોલી મળી આવે છે. આને લીધે ત્વચાના રોગો થવાનો ભય રહે છે.