1 ચમચી કાચી હળદરનો રસ, 2 ચમચી બેસન, 1 ચમચી દહી તેમજ 1 ચમચી લીંબુનો રસ બધાને ભેળવીને પેસ્ટ બનાવી લો. આ પેસ્ટને શરીરના ખુલ્લા ભાગ- ચહેરો, ગળુ, ગરદન, હાથ અને પગ પર લગાવી દો. જ્યારે થોડુક સુકાઈ જાય ત્યારે ઉબટનની જેમ ઘસીને કાઢી નાંખો. એક જ અઠવાડિયામાં ત્વચાની રંગત બદલાઈ જશે.
પીસ્તાને રાત્રે પલાળીને રાખો અને સવારે તેમાં સાકરીયા ભેળવીને પીસી લો. તેમાં થોડીક મલાઈ ભેળવીને ચહેરા પર ધીરે ધીરે રગડો અને સુકાઈને જ્યારે તે સંપુર્ણ રીતે ઉતરી જાય ત્યારે ચહેરાને ધોઈ લો. ચહેરાની કાળાશ દૂર થઈ જશે અને ગુલાબીપણું આવી જશે.