પ્રાકૃતિક ફેસ પેક

એંટી ટેન ફેસ પેક બે નાની ચમચી ચંદનનો પાવડર, એક નાની ચમચી મુલ્તાની માટી, 10 ટીંપા લીંબુનો રસ, 5 બદામની પેસ્ટ આ બધી જ વસ્તુઓને ગુલાબજળની અંદર મિક્સ કરીને પેસ્ટ બનાવી લો. 15-20 મિનિટ સુધી ચહેરા, ગરદન અને હાથ-પગ પર લગાવી રાખો અને પછી ઠંડા પાણી વડે ધોઈ લો. સનબર્ન માટે ચાર ચમચી દહી, એક નાનો ટુકડો કાકડીનો ક્રશ કરેલ, ક્રશ કરેલા સાકરિયાના દાણા બે થી ત્રણ ચમચી જેટલા, નાનો પપૈયાનો ટુકડો ક્રશ કરેલો, એક ચમચી ઓટમીલ. આ બધી જ સામગ્રીને ભેળવી દો અને થોડીક વાર માટે ફ્રીઝમાં મુકી દો. થોડીક વાર પછી કાઢીને ત્વચા પર લેપ કરી દો. સુકાઈ જાય એટલે ઠંડા પાણી વડે ધોઈ લો.