સલાહ | લેખ | ઘરની શોભા | ચાઇલ્ડ કેર
મુખપૃષ્ઠ » વિવિધ » સૌંદર્ય » સલાહ » ગરમીમાં રાહત-ફૂલ અને તેની સુગંધ
Bookmark and Share Feedback Print
 

મોગરો - આમ તો આ ગરમીમાં એક ખાસ સુવાસવાળુ ફૂલ છે. તેની ભીની ભીની સુંગધ તન-મનમાં ઠંડકનો અહેસાસ પણ કરાવે છે. આના ફૂલને રૂમાલ કે કપડાંની અંદર મુકવાથી ઠંડી તાજગીનો અનુભવ થાય છે પરસેવાની દુર્ગધ હટાવવા માટે 8 તાજા ફૂલોને અડધા પ્યાલા પાણીમાં સારી રીતે મસળી લો. આ પાણીનો લેપ આખા શરીર પર રગડો. ત્વચા મોગરાની ઠંડી સુગંધથી મહેંકી ઉઠશે. જો તમે ચાહો તો ન્હાવા માટેના પાણીમાં 5-6 મોગરાના ફૂલ મસળીને પણ તે પાણીથી સ્નાન કરી શકો છો. ત્વચામાં સનસનાતી પ્રાકૃતિક ઠંડકનો અનુભવ થશે.

N.D
ગુલાબ - આમ તો ગુલાબ ત્વચાનુ સૌદર્ય નિખારવામાં નિપુણ છે. ગુલાબના ફૂલોના પાન ત્વચાને પોષણ આપે છે, ત્વચાના રોમ-રોમને સુગંધિત બનાવે છે, ઠંડક પ્રદાન કરે છે. ગુલાબના 2 ફૂલોને વાટીને અડધો ગ્લાસ કાચા દૂધમાં 30 મિનિટ સુધી પલાળો, પછી તે લેપને ધીરે ધીરે ત્વચા પર રગડો, સુકાયા પછી ઠંડા પણીથી સ્નાન કરી લો. શરીરની ત્વચા નરમ, મુલાયમ અને ગુલાબી જેવી લાગશે. ગરમીમાં ગુલાબના ફૂલોનો રસ ચહેરા પર લગાડવાથી ચહેરા પર ઠંડી તાજગી કાયમ રહે છે.

કેવડો - આમ તો આ એક સરસ સુગંધનુ ફૂલ છે. આનુ અત્તર ઉનાળામાં શરીરને શીતળતા પ્રદાન કરે છે કેવડાના પાણીથી સ્નાન કરવાથી શરીરની બળતરા અને દુર્ગંધથી મુક્તિ મળે છે. ગરમીમાં રોજ કેવડાયુક્ત પાણીથી સ્નાન કરવાથી શરીરમાં શીતળતા બની રહ છે.

ગલગોટો - આના પીળા કેસરિયા ફૂલ ત્વચા પર નિખાર લાવવા માટે વિશેષ ઉપયોગી છે. સ્ક્રિન ટોનિક બનાવવા માટે 5 ગલગોટાના તાજા ફૂલોના પાનને એક પ્યાલામાં પલાળો. 3 કલાક પછી પાનને પાણીમાં મસળીને ગાળી લો. આ પાણીનો લેપ ત્વચા પર કરો. થોડીવાર પછી સ્નાન કરી લો. ત્વચાનુ સૌદર્ય તો નીખરશે જ સાથે સાથે ઠંડકનો અનુભવ પણ થશે.

રાતરાણી - આના ફૂલ રાત્રે જ ખીલીને મહેંકે છે. એક ટબ પાણીમાં આના 15-20 ફૂલના ગુચ્છા નાખી દો અને ટબને બેડરૂમમાં મુકી દો. કૂલર અને પંખાની હવાથી ટબનુ પાણી ઠંડુ થઈને રાતરાણીની ભીની ભીની સુગંધથી મહેંકી ઉઠશે. સવારે રાતરાણીના સુગંધિત પાણીથી સ્નાન કરો. આખો દિવસ શરીરમાં તાજગી અનુભવશો અને પરસેવાની દુર્ગંધ પણ નહી આવે.

N.D
કમળ - કમળના ફૂલને ધારણ કરવાથી શરીરમાં ઠંડક રહે છે. ગુમડાં વગેરેથી છુટકારો મળે છે. શરીર પર વિષનો કુપ્રભાવ ઓછો થાય છે. ગુલાબ, બેલા, જૂહી વગેરેના અલંકરણ હૃદયને પ્રિય હોય છે. આનાથી જાડાપણું ઘટે છે. ચંપા, ચમેલી વગેરેના પ્રયોગથી શરીરની અગ્નિમાં કમી અને રક્ત વિકાર દૂર થાય છે.
સંબંધિત જાણકારી શોધો