સલાહ | લેખ | ઘરની શોભા | ચાઇલ્ડ કેર
મુખપૃષ્ઠ » વિવિધ » સૌંદર્ય » સલાહ » વરસાદમાં ધ્યાન રાખો મેકઅપનુ.
Bookmark and Share Feedback Print
 

N.D
આ ઋતુમાં વોટરપ્રૂફ અને હળવા મેકઅપ કરો, જે તમારા ચહેરાને સુંદર તો બતાવે સાથે સાથે તમારા પલળવાથી તેન બદસૂરત ન બનાવે. જે માટે તમારેનીચે જણાવેલ વાતોનુ ધ્યાન રાખવુ પડશે.

-ચોમાસામાં ભીનુ કંકુ ન લગાવો, કારણકે તમારા પલળતા જ તે વહેવા માંડશે. તેની જગ્યાએ બજારમાં મળનારી નંગ કે કુંદનવાળી સુંદર ડિઝાઈનની બિંદી લગાવી શકો છો.

- કોરા સિંદૂરને બદલે રેડીમેડ સ્ટિકવાળુ સિંદૂરનો જ ઉપયોગ કરો.
- જ્યા સુધી શક્ય હોય ફાઉંડેશન અને ફેસ પાવડરનો પ્રયોગ ન કરો. જો જરૂર હોય તો ફાઉંડેશન લગાવવા માટે પલળેલા સ્પંજનો પ્રયોગ કરો.

- ચોમાસામાં ડાર્ક રંગના લિપસ્ટિકનો ઉપયોગ ક્યારેય ન કરશો. કારણ કે જો તમે વરસાદમાં પલળી જશો તો ઓઢણી કે સાડીના પાલવ વડે મોઢુ લૂછશો તો તમારા ચહેરાની સાથે સાથે સાદી પણ રંગીન થઈ જશે. લિપસ્ટીક લગાવતા પહેલા હોઠની ચારેબાજુ લિપલાઈન અથવા લિપ પેંસિલથી બહારી લાઈન બનાવો. આવુ કરવાથી લિપસ્ટીક ફેલાશે નહી.

- આંખોને માટે કાજળના સ્થાન પર વોટરપ્રૂફ આઈ લાઈનર કે પેંસિલનો પ્રયોગ કરો. વરસાદમાં વોટરપ્રૂફ મસ્કરાનો જ ઉપયોગ કરો. આંખો અને તેના મેકઅપને વરસાદથી બચાવવા માટે હલકા રંગના ચશ્માનો ઉપયોગ કરો.

- આ ઋતુમાં ગ્લિસરીનવાળા મેડીકેટેડ સાબુનો જ પ્રયોગ કરો. જ્યા સુધી શક્ય બને ત્યાં સુધી સાબુનો પ્રયોગ ઓછો કરો.

- વાળમાં વધુ તેલ ન નાખો અને વાળ પલળી જાય ત્યારે વાળને સુકાવી લો નહી તો ભીના વાળમાં ખોળો, જૂ અથવા ફોલ્લીઓ થવાની શંકા રહે છે. તેથી અઠવાડિયામાં એકવાર વાળમાં શેમ્પૂ જરૂર લગાવો

- આ ઋતુમાં કોઈ નવી હેરસ્ટાઈલ ન બનાવશો, કારણકે પલળવાથી આ બગડી શકે છે.

- અઠવાડિયામાં ત્રણ કે ચાર વાર રાત્રે સૂતા પહેલા ક્લીંજર અથવા કાચા દૂધથી તમારી ત્વચાને સાફ કરી સોડા અથવા ટોનર દ્વારા હાથથી માલિશ કરો. આનાથી તમારો ચહેરો નવી તાજગી મેળવશે.
સંબંધિત જાણકારી શોધો
આ પણ શોધો: વરસાદમાં મેકઅપ