ચોમાસામાં વાળનુ સૌદર્ય

ચોમાસાની ઋતુમાં વાળની સમસ્યા વધી જાય છે. ખોડો, વાળ ખરવા, ફોલ્લીઓ થવી, ફંગલ ઈંફેક્શન વગેરે થવુ આ ઋતુમાં સામાન્ય વાત છે. આ ઋતુમાં વાળની દેખરેખ અને સુરક્ષાના કેટલાક પ્રાકૃતિક અને સામાન્ય ઉપાય જે તમે અપનાવી શકો છો. તેમાંથી જે તમને સારા લાગે તેનો ઉપયોગ કરી શકાય છે. -
કાળી ચોખ્ખી માટી, લીમડાનો પાવડર, આમળાનો પાવડર અઠવાડિયામાં બે વાર લગાવો. -
મધ અને દહીનુ મિશ્રણ અઠવાડિયામાં એકવાર લગાવો-
મેથીના દાણા આખી રાત પલાળી રાખો. સવારે તેનુ પેસ્ટ બનાવીને વાળમાં લગાવો. -
વાળને શિકાકાઈ, અરીઠા અને આમળાથી ધુઓ. -
છાલટાવાળી મગની દાળ અને દહીં આખી રાત પલાળી રાખો. સવારે તેનુ પેસ્ટ બનાવીને વાળમાં લગાવો. અસ્થમામાં આનો ઉપયોગ ન કરો. આ પણ અપનાવી જુઓ.....-
વાળમાં મસાજ જરૂર કરો -
સ્ટીમ બાથ લો -
સૂર્ય સ્નાન કરો -
ગરદનની કસરત કરો -
પ્રાણાયામ અને મેડિટેશન કરો -
ભરપૂર પાણી પીવો -
પૂરતી ઉંધ લો -
વાળને સ્વચ્છ રાખવા માટે દિવસમાં બેથી ત્રણવાર કાંસકો કરો. -
બીજાનો કાંસકો, ટુવાલ વગેરે ક્યારેય ન વાપરો.