આંખોને ચારેબાજુ કે નીચે કાળા કુંડાળા થવા એક સામાન્ય સમસ્યા છે, જેનાથી આજે કિશોરવય છોકરીઓ અને મહિલાઓ ગ્રસ્ત છે. આ સમસ્યાનુ સમાધાન કુદરતી રીતે આપણે ઘરમાં પણ શોધી શકો છો. બસ થોડુ ધ્યાન આપવાની જરૂર છે.
કારણો -
1. સંતુલિત ખોરાક ન લેવો. 2. ભૂખથી વધુ કે ઓછુ ખાવુ 3. વધુ મોડા સુધી પેટ ખાલી રાખવુ. 4, વિટામિંસ, મીનરલ્સ, ફાઈબર્સ ભોજનમાં ઓછુ રહેવુ. 5. એનીમિયા(લોહ તત્વની કમી) 6. અનિદ્રા 7. અત્યાધિક ચા, કોફી, કોલ્ડ ડ્રિંક્સનું સેવન 8. ધૂમ્રપાન કરવુ 9. માસિક સમયે વધુ પડતો રક્તસ્ત્રાવ 10. કબજિયાત રહેવી. 11. સ્ટ્રેટ્સનુ બન્યા રહેવુ
આનાથી પરેજ કરો
1. ચા, કોફી, કોલ્ડ ડ્રિંક, આલ્કોહોલ, સ્મોકિગ. 2. જે ખોરાકમાં નકલી કલર હોય તે ન ખાવ. 3. વધુ પડતા મરચા, મસાલાવાળો કે તળેલો ખોરાક ન ખાવ. 4. મોડા સુધી રાત્રે જાગશો નહી 5. આંખોને ક્યારેય જોરથી ન મસળશો, આ આંખોની કોશિકાઓ માટે નુકશાનદાયક છે.
N.D
ખોરાક
1. ભરપૂર પાણી પીવો, ઓછામાં ઓછા 8-10 ગ્લાસ. શરીરના ટૉક્સિસ(વિજાતીય દ્રવ્ય)બહાર નીકળી જશે. 2. વિટામીન બી-12થી ભરપૂર પદાર્થ લો. આની કમીથી આ સમસ્યા થઈ શકે છે.
સલાહ
1. આંખોને છાલક મારી ઠંડા પાણીથી ધુઓ 2. આઈ બાઉલનો પ્રયોગ કરો, બે વાડકીઓમાં પાણી લઈને તેમા આખો ફેરવો. 5 વાર ડાબી-જમણી બાજુ, ઉપર-નીચે, આ જળ ચિકિત્સા છે. 3 આખો પર કાચા દૂધના કોટનના ફાયા મૂકો. 4. આંખોને શુદ્ધ ગુલાબજળથી ધુઓ. 5. મસાજ કરો, હલ્કા હાથે બદામના તેલથી. 6. 15-20 મિનિટ ખીરુ, કાકડી, કોળુ, બટાકા, ટામેટાનુ પેસ્ટ બનાવી તેની પટ્ટી આંખો પર મુકી શકો છો ખૂબ જ ફાયદો થશે. 7. સારી ઉંઘ લો, ટેંશનથી દૂર રહો.