ચાઇલ્ડ કેર | માતૃત્વ દિવસ | મહિલા દિવસ | સલાહ | લેખ
મુખપૃષ્ઠ » વિવિધ » સૌંદર્ય » સલાહ » મેનિક્યોર - આકર્ષક નખ માટે ટિપ્સ

P.R
હાથમાં ઓછી તેલ ગ્રંથિ હોવાને કારણે આપણી આંગળીઓ બહુ જલ્દી સૂકાઇ જાય છે. રોજ ધૂળ અને માટીના સંપર્કમાં આવતા આપણા હાથને એક સારા મેનિક્યોરની જરૂર હોય છે જેનાથી નખની યોગ્ય દેખરેખ થઇ શકશે અને તે ચમકીલા બનશે. તમે ઇચ્છો તો તમારા ઘરમાં પણ મેનિક્યોર કરી શકો છો જે બહુ સસ્તું પડશે અને અત્યંત પ્રભાવશાળી પણ રહેશે. લીંબુ દ્વારા કરવામાં આવેલું મેનિક્યોર લાભદાયક હોય છે. ચાલો જાણીએ નખને ચમકીલા બનાવવા માટે તમે ઘરે કયાં પ્રયોગો કરી શકો છો...

લીંબુથી કરો મેનિક્યોર :-

લીંબુ - જો તમે વધુ કંઇ ન કરી શકતા હોવ તો માત્ર લીંબુને સ્લાઇઝમાં કાપી લો અને તેનાથી તમારું મેનિક્યોર કરો. તમારા નખોને 2-4 મિનિટ માટે ગરમ પાણીમાં નાંખી તેને લીંબુથી ઘસો. આનાથી આંગળીઓની કાળાશ દૂર થશે. આમ કર્યા બાદ તમારી આંગળીઓ ગરમ પાણીથી ધોઇ લો અને ક્રીમ લગાવી લો.

લીંબુ અને મીઠું - લીંબુ ઘસતી વખતે તમારા નખ પર મીઠું છાંટો અને આંગળીઓની આસપાસની મૃત ત્વચાને સાફ કરી લો. એક પ્રકાર એ પણ છે કે ગરમ પાણીમાં મીઠું અને લીંબુ નીચોવી લેવામાં આવે અને તેમાં તમારી આંગળીઓને 5-7 મિનિટ માટે ડુબાડેલી રાખો. બાદમાં બ્રશની મદદથી સાફ કરી દો.

લીંબુ અને ગ્લિસરિન - જો તમારી ત્વચા ડ્રાય રહે છે તો લીંબુથી મેનિક્યોર કરતી વખતે તેમાં 4-5 ટીંપા ગ્લિસરિન ઉમેરી દો. આ મિશ્રણમાં તમે તમારી આંગળીઓ 5-7 મિનિટ સુધી રાખો અને મૃત ત્વચાને સાફ કરી દો. માત્ર લીંબુના પ્રયોગથી ત્વચા ડ્રાય થઇ જવાનો ડર રહે છે માટે જો ગ્લિસરિનનો ઉપયોગ કરશો તો તમારા નખ ચમકી ઉઠશે.

લીંબુ અને ખાંડ - જ્યાં તમે લીંબુનો પ્રયોગ કરી મેનિક્યોર કરી શકો છો ત્યાં તમે ખાંડનો ઉપયોગ કરી સ્ક્રબ કરી શકો છો. લીંબુના રસમાં થોડી ખાંડ મિક્સ કરીને તેનાથી સ્ક્રબ કરો.
સંબંધિત જાણકારી
WebduniaWebdunia