પંજાબના કવિ, સાહિત્યકારો અને સૂફી સંતોના ચિત્રો બનાવવાનો વિચાર કેમ આવ્યો ? મને બાળપણથી જ સાહિત્ય વાંચવાનો શોખ હતો. મેં ઉચ્ચ શિક્ષા મેળવી ન શક્યો છતા પણ મને વાંચવાનો શોખ હતો. હું માંનુ છુ કે સાહિત્યકાર સમાજના નિર્માતા હોય છે, જો સંસદમાં કાયદો બનતો તો કોઈને કોઈના રૂપે આ સૌ પહેલા સાહિત્યકારોનો વિચાર હોય છે. હું તેમનાથી જ પ્રેરિત થઉં છુ અને મને તેમના ચિત્ર બનાવવાનો વિચાર આવ્યો. ભવિષ્યમાં દેશના મોટા સાહિત્યકારોનુ ચિત્ર બનાવવાનુ વિચારી રહ્યો છુ.
ચિત્રકલાનું ભવિષ્ય કેવું છે ? આમાં સરકાર શુ કરી શકે ? 19મી સદીમાં જ્યારે કેમેરા આવ્યો તો કેમેરાએ પેંટિગને ખૂબ જ નુકશાન પહોચાડ્યુ. જેના કારણે પ્રસિધ્ધ પેંટરોએ આ વિકલ્પ શોધવો પડ્યો કારણ કે પેંટિગ અને કેમેરામાં વધુ અંતર નથી રહ્યુ. પિકાસો એબસટ્રેક્ટ આર્ટ પેંટિગની તરફ આગળ વધ્યુ અને એબસટ્રેક્ટ આર્ટનુ ભવિષ્ય ઉજ્જવળ છે. મોટા શહેરોમાં પેટિંગો નીલામી દ્વારા વેચાય છે જેનાથી સારી આવક થાય છે. નાના ચિત્રકારના ભવિષ્યનુ કોઈ ઠેકાણુ નથી. સરકારનુ ધ્યાન રાજનીતિ તરફ હોય છે. કલાની તરફ સરકારે ખૂબ જ ઓછુ ધ્યાન આપ્યુ છે. સરકારે કલા તરફ પણ ધ્યાન આપવુ જોઈએ. પંજાબ સરકાર તો આ વિષય પર કામ જ નથી કરી રહી. તેમણે જિલ્લામાં એક કલા મ્યુઝીયમ અને એક આર્ટ ગેલેરી બનાવવી જોઈએ.
ભવિષ્યમાં તમારી કયા કયા ચિત્રો બનાવવાની યોજના છે ? મારી યોજના શ્રી ગુરૂ ગ્રંથ સાહેબના માર્ગદર્શન પર ચિત્ર બનાવવાની છે અને આના પર મેં કામ કરવાનુ શરૂ કરી દીધુ છે. આ સિવાય મેં આવનારા સમયમાં સાહિત્યકારો, પંજાબ સાથે જોડાયેલા સભ્યાચાર કે પંજાબમાં જે દેશભક્તિ આંદોલન થયા છે જેવા કે કામાગાટા મારુ, બબ્બર અકાલી લહર કે જલિયાવાલા બાગના અજાણ શહીદોના વિશે ચિત્ર બનાવવાની યોજના બનાવી રહ્યો છુ.
કલા સાથે જોડાયેલા લોકોને શુ સંદેશ આપશો ઉત્તર : મનુષ્યને રોજી-રોટીને માટે કંઈક તો કરવુ જ પડે છે, જ્યારે કે કલા તો નિસ્વાર્થ થઈને જ કરવી પડે છે. ત્યારે જ તેમા ઉન્નતિ કરી શકાય છે. હુ કલાકારોને એટલુ જ કહીશ કે તમારા સમયમાંથી થોડો સમય કાઢીને યોગ્ય કલામાં તમારુ યોગદાન આપો.
|