વન સંયમિત અને નિયમ અનુસાર ચાલો જેથી કરીને તમારૂ સ્વાસ્થ્ય સારૂ રહે અને ક્યારેય પણ ડોક્ટર પાસે જવાનો અને બિમાર પડવાનો વારો ન આવે. ભોજનની કર્યા બાદ તુરંત પાણી ન પીશો થોડીક વાર બાદ પીવો. મુત્ર ત્યાગ બાદ પાણી પીવાથી શરીરની કોશિકાઓમાં પાણીની ઉણપ નથી થતી. ઝાડા અને મરડો થઈ ગયો હોય તો વારંવાર શરબત, લીંબુ પાણી, જ્યુસ, દાળ અને સુપ પીવો. શરીરની ધાતુઓ સુરક્ષીત રહેશે. વધારે મસાલાવાળો ખોરાક, અથાણું, વધારે પડતું મીઠું અને ઘી તેમજ મેદાથી બની શકે તેટલા દૂર રહે. ઋતુનુસાર ફળો અને શાકભાજીનું સેવન વધુ કરો. |