શાકભાજીને છાલની સાથે જ ધોઈને બનાવો અને ફળોનું પણ છાલની સાથે જ સેવન કરો. લોટને પણ ચાળ્યા વિના જ રોટલી બનાવો. આખી દાળ અને અંકુરિત અનાજનો તમારા ભોજનમાં સમાવેશ કરો. લીલા શાકભાજી અને સલાડનો તમારા ભોજનમાં ખાસ સમાવેશ કરો. અનાજ ઓછુ ખાવ. ભોજનને ચાવીને ખાવ અને વાસી ભોજન ક્યારેય પણ ખાશો નહિ. ચણા, ગોળ, બટાકા, કેળા અને ખાંડનો ભોજનમાં સમાવેશ અવશ્ય કરો. પ્રાકૃતિક રંગોવાળી શાકભાજી અને ફળો ખાવ. પ્રાકૃતિક રંગો રોગોથી દૂર રાખવામાં મદદ કરે છે. લસ્સી, દહી અને ફળ તેમજ શાકભાજીના રસનું સેવન પણ અવશ્ય કરો. પ્રકૃતિએ આપણને 100 વર્ષનું આયુષ્ય આપ્યું છે પરંતુ આપણી ઘણી બધી ભુલોને લીધે આપણે તેને ઓછુ કરતાં જઈ રહ્યાં છીએ જો આપણે પ્રકૃતિના નિયમોનુસાર ચાલીએ તો અવશ્ય દિર્ધાયું પ્રાપ્ત કરી શકીશું. |