જમ્યા પછી રોજ 30 મિનિટ બાદ વરિયાળી ખાવાથી કોલેસ્ટ્રોલ કાબુમાં રહે છે.
5-6 ગ્રામ વરિયાળી લેવાથી લીવર અને આંખોની જ્યોતિ સારી રહે છે.
અપચા જેવા રોગની અંદર વરિયાળી ખુબ જ ઉપયોગી છે. તળ્યા કે શેક્યા વિનાની વરિયાળીના મિક્સર વડે અપચામાં ઘણો લાભ થાય છે. બે કપ પાણીમાં એક ચમચી ઉકાળેલી વરિયાળીને બે થી ત્રણ વખત લેવાથી અપચામાં અને કફમાં ઘણી રાહત થાય છે.
અસ્થમા અને ઉધરસના ઉપચાર માટે વરિયાળી ખુબ જ ઉપયોગી છે. કફ અને ઉધરસ વખતે વરિયાળી ખાવી ઉત્તમ છે.
ગોળની સાથે વરિયાળી લેવાથી માસિક ધર્મ નિયમિત થાય છે.
આનાથી બાળકના પેટનો આફરો ઉતરી જાય છે. એક કપ પાણીમાં એક ચમચી વરિયાળી નાંખીને ઉકળવા દો અને તેને ઠંડુ થયા બાદ બાળકને આપો આનાથી કોલિકના ઉપચારમાં મદદ મળે છે. બાળકને આનું એક થી બે ચમચી જેટલુ જ મિશ્રણ આપવું.
વરિયાળીના પાવડરને ખાંડની સાથે બરાબર માત્રામાં ભેળવીને લેવાથી હાથ પગમાં થતી બળતરા દૂર થઈ જશે.