માટીની ચિકિત્સા ઘણી મહત્વપુર્ણ છે. આને માટે ઉપયોગમાં લેવામાં આવતી માટી જમીનથી 3-4 ફુટ નીચેથી એકદમ સાફ માટી લેવી. માટી શરીર માટે નિરોગ અને બિમાર બંને સ્થિતિમાં લાભદાયક છે. માટીને ઉપયોગમાં લીધા પહેલા તેને સુકવીને એકદમ ઝીણી કરીને ચાળીને તેમાંથી કાંકરા અને અન્ય કચરો દૂર કરવો.
માટીની પટ્ટી - ભીની માટીને એક મુલાયમ કપડામાં લઈને રોગીના પેટના આકારને ધ્યાનમાં રાખીને ચપટી ઈટ જેવો આકાર આપવો. હવે તેને રોગીના પેટ પર લગાવી દો. આને 20 થી 30 મિનિટ સુધી રહેવા દો. ઠંડીની ઋતુમાં લગાવવી હોય તો પેત અને શરીરને કોઈ કપડા વડે ઢાંકી દેવું. માટીની પટ્ટી પેટ પર લગાવવાથી અપચો દૂર થઈ જશે અને આંતરડાની ગરમી પણ શાંત થઈ જાય છે.
- માથા પર માટીની પટ્ટી લગાવવાથી માથાના દુ:ખાવામાં રાહત થાય છે.
- આંખોના રોગમાં માટીની પટ્ટી લગાવવાથી આંખોને આરામ મળે છે. આંખોમાં દુ:ખાવો થવો, બળતરા થવી, નસોમાં દુ:ખાવો થવો, ખુજલી થવી, એલર્જી અને ખાસ કરીને ગ્લુ કોમામાં આનાથી ઘણી રાહત મળે છે.