- રોજ સવારે ખાલી પેટ એક ચમચી આમળાનો પાવડર પાણીમાં ભેળવીને પીવાથી કોલેસ્ટ્રોલનું સ્તર સ્થિર રહે છે. ડાયાબિટિશ ત્યારે થાય છે જ્યારે પૈક્રિયાઝ ગ્રંથિ રક્ત શર્કરાના સ્તરને નિયમિત રાખવામાં અસફળ રહે છે. જો તમે ડાયાબિટિશ જેવી રાજાશાહી બિમારીનો ભોગ બન્યાં હોય તો આમળાના ગુણકારી એંટીઓક્સીડેંટ્સ પર વિશ્વાસ કરી શકો છો.
- આમળા, જાંબુ અને કારેલાના પાવડરને એક ચમચી લઈને રોજ સવાર સાંજ ફાકવો. આનાથી ડાયાબિટિશ નિયંત્રણમાં રહેશે. આધુનિક જીવનશૈલીએ એક વધારે વસ્તુ ભેટમાં આપી છે અને તે છે એસિડિટી. આપણામાંથી બધા ગમે ત્યારે તેનો શિકાર તો થયા જ હશે. વધારે પડતી એસેડીટી હોય તો એક ગ્રામ આમળાનો પાવડર દૂધ કે પાણીમાં ખાંડ સાથે ભેળવીને બંને સમય પીવો.