કોલાઈટીસ : આ રોગમાં આંતરડામાં સોજા આવી જાય છે. રોગીને ભ્રમ થઈ જાય છે કે તેને ભોજન નથી પચતું. વાત વાતમાં નિરાશ થઈ જનારા લોકોને આ રોગ ઝડપથી થાય છે. એક ગ્લાસ છાશમાં ચોથો કપ પાલકનો રસ, એક કપ કરમકલ્લેનો રસ ભેળવીને રોજ દિવસમાં ત્રણથી ચાર વખત પીવો, થોડાક જ દિવસોમાં કોલાઈટીસ રોગમાં રાહત અનુભવાશે.
કોલાઈટીસ થયો હોય તો અઠવાડિયામાં બે વખત ઉપવાસ કરવો જોઈએ, ત્રીજા દિવસે એક ગ્લાસ પાણીમાં ત્રણ ચમચી મધ અને અડધા લીંબુનો રસ ભેળવીને પીવો જોઈએ. નાશ્તામાં એક કપ ગાજરનો રસ. ભોજનમાં દહી, એક કપ ગાજરનો રસ, ચોથો કપ પાલકનો રસ ભેળવીને પીવો, સાંજના ભોજનમાં પપૈયાનો સમાવેશ અવશ્ય કરો.