હળદરના ઘરેલુ ઉપચાર-1

-
હળદરને લીધે કોઈ પણ ઘા ઝડપથી સારો થઈ જાય છે એટલા માટે જ ઘરમાં નાના મોટા ઘા થવા પર હળદરનો પ્રયોગ આજે પણ પ્રચલિત છે. -
જો મોઢામાં ચાંદા પડી જાય તો હળદરના પાવડરને ગરમ કરીને ચાંદા પર લગાવી દો અથવા તેને પાણીમાં થોડીક ગરમ કરીને કોગળા કરો. -
જો શરીરનો કોઈ ભાગ બળી જાય તો પાણીમાં હળદર ઓગાળીને લગાવવાથી આરામ મળે છે. -
સનબર્ન થયા હોય તો હળદરમાં બદામ અથવા દહી ભેળવીને લગાવવાથી ફાયદો થશે. -
ઉધરસથી છુટકારો મેળવવા માટે હળદરનો એક નાનો ટુકડો મોઢામાં રાખી ચુસવો.