- લાલ ડુંગળીના રસને થોડોક ગરમ કરીને તેમાં મીઠું અને લીંબુ નાંખીને ભોજનની સાથે સૉસની જેમ ખાવાથી અજીર્ણ, અરૂચિ, કબજીયાત વગેરે જેવા રોગ દૂર થશે.
- લસણની કળીઓને છોલીને તેમાં લીંબુનો રસ અને મીઠું ભેળવીને લેવાથી અજીર્ણ અને અરૂચિ બંને દૂર થાય છે.
- સાથે સાથે અને એકદમ ઉપરથી આ બધા ખોરાકને ન લેવા- દૂધ અને બિલ્વ ફળ, દૂધ અને તુરિયા, દૂધ અને લીંબુ, છાશ અને કેળું, દૂધ અને તેલ, દૂધ અને માંસ, દૂધ અને ભાજી, દૂધ અને મૂળા, દૂધ અને માછલી, મધ અને મૂળા, દારૂ અને ખીર, મધ અને ગરમ પદાર્થ, ભાત અને નારિયેળ, દૂધ અને જાંબુ, માછલી અને ગોળ આ બધી વસ્તુઓને એકસાથે ક્યારેય પણ લેવી નહિ. આનાથી ભોજન પ્રત્યે અરૂચિ થાય છે અને પાચન ક્રિયા પણ પ્રભાવિત થાય છે.