સલાહ | લેખ | ઘરેલુ ઉપચાર
મુખપૃષ્ઠ » વિવિધ » આરોગ્ય » ઘરેલુ ઉપચાર » મીઠા ગાજરના રસીલા ગુણ
Feedback Print Bookmark and Share
 

N.D
- ગાજરના ગુણવત્તાનો મુકાબલો કોઈ અન્ય શાકભાજી કરી શકતી નથી. ગાજરને સલાડના રૂપમાં કાચા પણ ખાઈ શકાય છે. ગાજરનુ બાફીને શાક પણ બનાવી શકાય છે અને રસ કાઢીને આનુ જ્યુસ પણ પી શકાય છે.

- આયુર્વદ મુજબ ગાજર કોઈ ફળ કે શાકભાજી નથી, પરંતુ રક્તપિત્ત અને કફનો નાશ કરનારી, મીઠા રસથી ભરેલી, પેટની અગ્નિને વધારનારી અને બવાસીર જેવા રોગને રોકનારી એક જડી બુટ્ટી છે.

- ગાજર હૃદય સંબધી બીમારીઓમાં લાભકારી છે આ વીર્ય વિકારનો નાશ કરે છે અને શારીરિક નબળાઈમાં લાભપ્રદ છે.

- ગાજરની તાસીર ઠંડી હોય છે પરંતુ આ કફનાશક છે. ગાજર લવિંગ અને આદુની જેમ છાતી અને ગળામાં જામેલા કફને ઓગાળી કાઢવામાં સક્ષમ છે.

- ગાજરમાં કેટલાક આ પ્રકારના ખનીજ લવણ જોવા મળે છે. જે શક્તિ વધારવા અને રોગોને રોકવામાં ખૂબ જ જરૂરી હોય છે. શરીરની અંદર આ લવણ રક્ત અંદર મિક્સ થઈને વિકાર વધતા રોકે છે અને પ્રત્યેક તંતુ અને પ્રત્યેક ગ્રંથિને સ્વસ્થ રાખે છે.
સંબંધિત જાણકારી શોધો