મુખપૃષ્ઠ > વિવિધ > આરોગ્ય > સલાહ
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
સુડોળ શરીર બનાવો
N.D

* રાત્રે ભોજન કર્યા બાદ પોતાના પરિવારની સાથે આજુ બાજુ જ ક્યાંક આટો મારી આવો.

* બેઠા બેઠા ટી.વી. ન જોશો. ટી.વી. જાડા માણસોનો દુશ્મન છે. આ તમારી કેલેરી જ નહિ પણ તમારો સમય પણ ખાય છે.

* બાળકોને ફક્ત રમતાં જ ન નિહાળો પરંતુ તેમની સાથે ક્યારેક ક્યારેક રમી પણ લો.

* ફક્ત નજીકની દુકાન માટે જ નહિ પણ થોડોક દૂર સુધી પણ ચાલતાં જવાની આદત પાડો.

* અઠવાડિયામાં એક વખત પોતાની કાર અને પોતાનું સ્કુટર જાતે ધુઓ. બગીચાની અંદર નિંદામણ જાતે કરો. એક કપડુ લઈને ઘરની સાફ સફાઈ પણ જાતે કરો.

* ક્યારેક ક્યારેક મિત્રોની સાથે બેડમિંટને જેવી આઉટડોર ગેમ પણ રમો. ક્યારેક ક્રિકેટના ચોક્કા અને છગ્ગા પણ લગાવી દો.

* પોતાના રોજીંદા કામ જાતે કરવાની આદત પાડો જેમકે પોતાનો ટુવાલ તડકામાં સકવવા જવું, ઉઠ્યા બાદ પોતાની પથારી જાતે વાળી લો, ફ્રિજમાંથી કોઈ બીજાની પાસે પાણી મંગાવવાની જગ્યાએ જાતે જઈને લઈ લો.

* લિફ્ટનો ઉપયોગ બંધ કરીને સીડીઓ ચઢવાનું ચાલુ કરો પણ હા જો તમે બિલ્ડિંગના 14 મા માળે ન રહેતા હોય તો.

તમને ખબર નહિ હોય પરંતુ જોવામાં લાગતી આ નાની વાતો તમારી મોટા ભાગની વધારાની ચરબીને ઉતારવામાં ઉસ્તાદ છે.
ઘણું બધુ
ઘરેલૂ મસાલા વડે સ્વાસ્થ્ય રહો
મોઢાની દુર્ગંધના ઉપાય
દવા લેતી વખતે થોડીક સાવધાની જરૂરી
વજન ઓછુ કરવાના 'ઘરેલુ' ઉપાયો -
જામફળના ઔષધિય ગુણો
આને પણ અપનાવી જુઓ