મુખપૃષ્ઠ > વિવિધ > આરોગ્ય > સલાહ
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
માછલીનું સેવન કરો  Search similar articles
N.D

આ વ્યાપક રીતે માનવામાં આવ્યું છે કે જે દેશો કે સમુદાયના આહારમાં વધારે પ્રમાણમાં માછલીનો સમાવેશ થાય છે તેઓ અન્યની સરખામણીમાં વધારે બુદ્ધિમાન હોય છે.

આ વાક્ય થોડુક શંકાસ્પદ લાગે છે પરંતુ આ સંપુર્ણ રીતે સત્ય પણ હોઈ શકે છે. અનુસંધાન દ્વારા જાણવા મળ્યું છે કે વ્યક્તિના મસ્તિષ્કના વિકાસ માટે મહત્વપુર્ણ થોડાક પુષ્ટિકારક પદાર્થ તૈલીય માછલીમાં વધારે પ્રમાણમાં મળી આવે છે.

મસ્તિષ્કમાં મોટા પ્રમાણમાં ડિકોઝાહેક્જાનોઈક અમ્લ (ડીએચએ) નામના વસીય અમ્લ હોય છે પરંતુ દુર્ભાગ્યવશ માનવ શરીર આ વસીયક અમ્લને તેટલી માત્રામાં ઉત્પન્ન કરવામાં અસમર્થ છે જેટલી કે મસ્તિષ્કને જરૂરત છે.

માંસ, ઈંડા તેમજ માછલી ખાઈને તૈલીય માછલીઓ જેની અંદર ડીએચએ વધારે માત્રામાં છે તેનાથી આ ઉણપને દુર કરી શકાય છે. મૈકરેલ, સાર્ડીનીઝ અને ટુના માછલીઓમાં ડીએચએ વધારે માત્રામાં હોય છે જ્યારે કે કોડા, પ્લાંટસ અને માંકકિશ જેવી માછલીઓમાં આ ફક્ત યકૃતમાં જ મળે છે.

ડીએચએથી ભરપુર ભોજન કરનાર વાંદરાઓ અને ઉંદરો પર કરવામાં આવેલ એક સર્વેક્ષણમાં જાણવા મળ્યું છે કે બધી જ બાબતોની અંદર તેમની શીખવાની યોગ્યતામાં સુધારો આવ્યો છે. દ્રષ્ટિની વધેલી જાગૃતતા પણ જોવામાં આવી. આવા પ્રયોગોથી તે નિષ્કર્ષ કાઢવામાં આવ્યો કે ડીએચએ દ્રષ્ટિ રક્ત પરિસંચરણ તેમજ ત્વચામાં સુધારો લાવે છે અને સંધિવા જેવા રોગોને પણ દુર કરે છે.

ન્યુ ઓરલેંસમાં આયોજીત અમેરિકન હાર્ટ એસોસિયેશનની એક વાર્ષિક બેઠકમાં ચિકિત્સકોની શોધ નિષ્કર્ષો અનુસાર સાલમન, મેકરીન, ટુના અને સાર્ડીનીઝ જેવી તેમજ કથિત વસીય માછલીઓમાં મળી આવતું ઓમેગા-3 વસીય અમ્લ ઉતકો અને નસોમાં સુધી પહોચીને હૃદયની સુરક્ષામાં વધારો કરે છે. તેમનું કહેવું છે કે અઠવાડિયામાં ઓછામાં ઓછી એક વખત માછલી ખાવાથી હૃદયના હુમલાને લીધે મૃત્યુની શક્યતા લગભગ અડધી થઈ જાય છે.

જે અઠવાડિયામાં ઓછામાં ઓછી એક વખત માછલી ખાય છે તેમના હૃદયના હુમલાની શક્યતા લગભગ 50 % ઓછી થઈ જાય છે. અઠવાડિયામાં એક વખત માછલી ખાવી તે ફાયદાકારક છે પરંતુ તેનાથી વધારે વાર ખાવી તે ફાયદાકારક નથી.

વૈજ્ઞાનિકોનું કહેવું છે કે આહારની અંદર માછલીનો સમાવેશ કરવાથી અમુક પ્રકારના કેંસરથી પણ બચી શકાય છે.
ઘણું બધુ
કમરનાં દુ:ખાવાથી બચો
રોગ અનેક ઈલાજ એક-તુલસી
અનિંદ્રાથી બચવાના ઉપાયો
દાડમના ઔષધિય ગુણો
લૂથી બચવાના ઉપાયો
સ્વાસ્થ્ય રક્ષક હિંગ