વિટામીન ડી જરૂર લો પરંતુ યોગ્ય માત્રામાં. નિયમિત રીતે થોડીક વાર સુધી તડકામાં જરૂર બેસો. જો વિટામીન ડી શરીરને યોગ્ય માત્રામાં નહિ મળે તો કૈલ્શિયમ અને ફોસ્ફરસ હાડકાઓમાં યોગ્ય રીતે પહોચતું નથી. આનું પરિણામ તે થશે કે હાડકાઓમાં દુ:ખાવો થશે અને હાડકા વાંકા-ચુંકા થવા લાગશે. નબળા હાડકાને લીધે ઝડપથી ફ્રેક્ચર થઈ જાય છે. તેથી શિયાળામાં તો તમે તડકો લઈ શકો છો. વૃદ્ધો, બાળકો, સ્તનપાન કરાવતી મહિલાઓ અને ગર્ભવતી સ્ત્રીઓ માટે તો વિટામીન ડીની ખુબ જ જરૂરત હોય છે. તેથી તેમણે પણ તડકામાં બેસવું જરૂરી છે. વધારે પડતો તડકો ત્વચા માટે હાનિકારક હોય છે એટલા માટે સુર્ય તરફ મોઢુ કરીને બેસવું નહિ. તડકામાં બેસતી વખતે પતલા કપડાથી માથાને ઢાંકી લો તો સારૂ રહેશે. તમને સુર્યનો તાપ પણ મળશે અને તેના સીધા કિરણો તમને નુકશાન પણ નહિ કરે. તે વાતનું ધ્યાન રાખવું કે તડકામાંથી ઉઠ્યા બાદ તુરંત સ્નાન ન કરવું તેના લીધે શરીરમાં પહોચેલ વિટામીન ડી નષ્ટ થઈ જાય છે. |