1 જાંબુના ઠળિયાને ચિકિત્સાની દ્રષ્ટિએ અત્યંત ઉપયોગી માનવામાં આવી છે. આ ઠળિયાની અંદરની બીજમાં 'જંબોલીન' નામનુ ગ્લૂકોસાઈટ જોવા મળે છે. આ સ્ટાર્ચને શર્કરામાં પરિવર્તિત થવાથી રોકે છે. આનાથી જ ડાયાબિટીસમાં નિયંત્રણ લાવવામાં મદદ મળે છે. 2 જાંબુના કાચા ફળોનો સોડા બનાવી પીવાથી પેટના રોગ દૂર થાય છે. જો ભૂખ ઓછી લાગતી હોય અને કબજિયાતની ફરિયાદ રહેતી હોય તો આ સોડાને તાજા પાણીની સાથે બરાબર પ્રમાણમાં મિક્સ કરી સવારે અને રાત્રે સૂતી વખતે એક અઠવાડિયા સુધી નિયમિત રૂપથી લેવાથી કબજિયાત દૂર થાય છે અને ભૂખ વધે છે. 3 કેટલાક દેશોમાં જાંબુના રસથી વિશેષ ઔષધિઓનુ નિર્માણ કરવામાં આવી રહ્યુ છે, જેના માધ્યમથી માથાના સફેદવાળ ઉગવા બંધ થઈ જશે. 4. ગળાના રોગમાં જાંબુની છાલને ઝીણી વાટીને સત બનાવી લો. આ સતને પાણીમાં ઓગાળી 'માઉથ વોશ'ની જેમ કોગળા કરવા જોઈએ. આનાથી ગળુ સાફ થઈ જશે, શ્વાસની દુર્ગંધ પણ બંધ થઈ જશે અને મસૂઢોની બીમારી પણ દૂર થઈ જશે. 5. ઝેરીલા જંતુ કરડે તો જાંબુના પાનનો રસ પીવડાવવો જોઈએ. ડંખ મારેલા સ્થાન પર આના તાજા પાનઓ પુલ્ટિસ બાંધવાથી જખમ સ્વચ્છ થઈને ઠીક થવા માંડે છે કારણ કે, જાંબુના ચિકણા પાનમાં ભેજ શોષવાની અદ્દભૂત ક્ષમતા હોય છે. |