- જીવનમાં રંગોનું ઘણું મહત્વ છે. લાલ, પીળા, લીલા, વાદળી વગેરે રંગોથી ભરપુર ફળ-શાકભાજી પોતાના રસોડામાં રાખો. જંક ફૂડ, ફાસ્ટ ફૂડ, ચોકલેટ, બિસ્કીટ વગેરે બને ત્યાર સુધી ઓછુ ખાવું. તમે જેટલા રંગબેરંગી ફળ અને શાકભાજી ખાશો તેટલી તમારી રોગપ્રતિકારક શક્તિમાં વધારો થશે. ફળ અને શાકભાજી વડે એંટી ઓક્સીડેંટ મળે છે, જે તમને નિરોગી રાખે છે અને તમારી સુંદરતા પણ વધારે છે.
- ડોક્ટરોનું માનવું છે કે મહિલાઓના સારા સ્વાસ્થ્ય માટે માસિક ધર્મ નિયમિત અને સામાન્ય હોવું ખુબ જ જરૂરી છે. તેમનું સંપુર્ણ સ્વાસ્થ્ય તેની પર જ ટકેલુ હોય છે. અચાનક માસિક ધર્મ બંધ થઈ જવું, ઓછુ આવવું કે વધારે પડતો રક્તસ્ત્રાવ થવો અસ્વસ્થ્યતાનું સુચક છે. જો આવી ફરિયાદ હોય તો તુરંત જ ડોક્ટરને મળો. બની શકે છે કે તમારામાં લોહીની ઉણપ, સિસ્ટ, ડાયાબિટિશ, થાઈરાઈડ, ફાઈબ્રોયડ કે તણાવની પ્રોબલેમ પણ હોઈ શકે છે, જે તમારા સ્વાસ્થ્ય માટે સારી નથી. આ પ્રત્યે સજાગ થઈ જાવ અને માસિક ધર્મને નિયમિત કરવાનો પ્રયાસ કરો.