- વિટામીન બી-12 બટાકા, કેળા, આખા અનાજ, રાજમા, બીજ અને નટ્સમાંથી મળી રહે છે. દરરોજ બે મિગ્રા. વિટામીન બી-12 શરીર માટે જરૂરી છે. આ વિટામીન શરીર અને મસ્તિષ્કના હાર્મોંસ અને રસાયણના સ્ત્રાવમાં મદદ કરે છે. રોગ પ્રતિકારક શક્તિ વધારે છે. ગર્ભાવસ્થામાં સવાર સવારમાં થતી ઉલ્ટીઓથી છુટકારો મળે છે. યાદશક્તિની મુશ્કેલી દૂર થાય છે અને હૃદયનું સ્વાસ્થ્ય વધે છે.
- વિટામીન ડી દૂધ, ફળનો રસ, સોયાબીનનું દૂધ, દાળ અને સવારના કુમળા તડકામાંથી મળે છે. ગર્ભવતી મહિલાઓ 200 આઈ યુથી વધારે, સ્તનપાન કરાવનારી મહિલાઓ 600-800 આઈ યુ અને 19-50 વર્ષની મહિલાઓએ 200 આઈ યુ વિટામીન-ડી લેવું જોઈએ. આ વિટામીનને લીધે હાડકા મજબુત થાય છે અને અસ્થિક્ષરણથી પણ બચાવ થાય છે. કોલોન, કેંસર, સાંધાનો દુ:ખાવો, મલ્ટીપલ વગેરે બિમારીઓથી પણ રક્ષા થાય છે.