- ફોલીક એસીડ લીલા પાંદડાવાળી ભાજી, સંતરા, અંકુરિત ઘઉં, રાજમા, અનાજ વગેરેમાં મળી આવે છે. ફોલીક એસીડ શરીરની અંદર કોશિકાઓમાં વધારો કરે છે. શરીરની અંદર લોહીની પુર્તિ કરે છે. હાઈ બ્લડપ્રેશર, હૃદય રોગ, ડિપ્રેશન, કેંસર, નબળી યાદશક્તિ, પાચન ક્રિયામાં ગડબડ વગેરે જેવા રોગોથી ફોલીક એસિડ રક્ષા કરે છે. ગર્ભવતી મહિલાઓ આનું નિયમિત રૂપે સેવન કરે અને સ્તનપાન કરાવતી મહિલાઓ તેમજ સામાન્ય મહિલાઓ પણ ફોલીક એસિડ યુક્ત આહાર નિયમિત રૂપે લેવો જોઈએ. મહિલાઓ માટે આ ખુબ જ જરૂરી છે.
- વિટામીન-કે લીલા પાંદડવાળી શાકભાજીમાંથી મળી રહે છે. રોજ આનું સેવન કરવાથી આની પૂર્તિ થઈ જાય છે. વિટામીન કે હાડકાને લગતી મુશ્કેલીઓથી છુટકારો અપાવે છે. માસિક ધર્મના સમયે લોહીના ગઠ્ઠા થઈ જાય છે તેને બનતાં રોકે છે. હૃદય રોગ થવા નથી દેતું.