દાંત માટે જરૂરી ટીપ્સ

-
દિવસમાં ઓછામાં ઓછુ આઠથી દસ ગ્લાસ પાણી અવશ્ય પીવો. જેટલુ પાણી તમે પીશો તેટલા તમારા દાંત ચમકશે. આ સિવાય ચા, કૉફી, દારૂ, સોડા વગેરેના ડાઘ પડ્યાં હોય તો તેને પણ દૂર કરવા માટે આ ખુબ જ કારગર સાબિત થાય છે. -
પોતાના ભોજનમાં ફળ અને શાકભાજીનો સમાવેશ અવશ્ય કરો. સફરજન, કાકડી, ગાજર તમારા દાંતને પ્રાકૃતિક રૂપે સાફ રાખે છે. આ તમારા દાંતમાં ફસાયેલા ભોજનના કણોને પણ કાઢી દે છે અને પેઢાની મુશ્કેલી દૂર કરે છે. -
ખાધા પછી પનીરનો ટુકડો ખાવાથી તમારા દાંત ચમકદાર બનશે. -
શુગર ફ્રી ચ્યુઈંગમ ખાવાથી સલાઈવાનું નિર્માણ થાય છે જે તમારા દાંતોના પ્લાક એસિડને સાફ કરે છે. સાથે સાથે તમારા દાંતના ઈનેમલને મજબુત બનાવે છે. -
જ્યુસ અને સોડા પીધા પછી બ્રશ ન કરવું. -
કોફી અને વાઈન બની શકે તો સ્ટ્રો વડે પીવો. તેના વડે તમારા દાંત સાથે આનો સીધો સંપર્ક નહિ થાય અને તે હંમેશા ચમકતાં રહેશે. -
હંમેશા સોફ્ટ બ્રશનો જ ઉપયોગ કરો. જો તમારૂ બ્રશ કડક હોય તો થોડાક સમય સુધી તેને ગરમ પાણીમાં ડુબાળીને પછી તેનો ઉપયોગ કરો. -
દાંતની સાથે સાથે જીભની સફાઈ પણ અવશ્ય કરો. આનાથી તમારા મોઢામાંથી આવતી દુર્ગંધ દૂર થઈ જશે.